છોટાઉદેપુર : સંખેડા તાલુકાના પરવેટા ગામની માણીબીલી વસાહતની ધોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા ગામની માણીબીલી વસાહતની ધોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી શાળાના મુખ્ય શિક્ષક રાવળ ભાવનાબેન નાથુસિંહ દ્વારા સરકારી ગ્રાન્ટને એસ.એમ.સી સભ્યોની જાણ બહાર મનસ્વી રીતે ઉપયોગ કરી લેતા ગ્રામજનોમાં રોષ દેખાયો હતો ભાવનાબેન ધોરણ ત્રણથી પાંચના બાળકોને અભ્યાસ કરાવે છે પરંતુ બાળકોને કશું પણ ભણતા આવડતું નથી કે એકડા પણ પાડતા આવડતા નથી જેથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મુખ્ય શિક્ષિકા અને બદલી કરવા માટે શાળાને તાળા બંધી કરી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા .

ગ્રામજનો દ્વારા શાળાના મુખ્ય શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવાની માંગણી કરવામાં આવી છે . વાલીઓનો આક્ષેપ હતો કે ધોરણ ત્રણથી પાંચ અભ્યાસ કરતા બાળકોને એકડો પણ આવડતો નથી . શાળાના હતી . વાલીઓ અને ગ્રામજનોએ હોબાળો મચાવતા મીટ નિરિક્ષક અને સીઆરસી શાળા ખાતે દોડી આવ્યા હતા . અને નિવેદનો પણ લીધા છે . જયાં સુધી મુખ્ય શિક્ષિકાની બદલી નહીં કરવામાં આવે ત્યા સુધી તાળાબંધી યથાવત રહેશે તેવો ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો . મુખ્ય શિક્ષિકા અભ્યાસ કરાવવાને બદલે ઇતર પ્રવૃત્તિ કરાવતા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે .

આ શાળામાં ૧૧૭ બાળકો અભ્યાસ કરે છે . શાળામાં બાળકો અભ્યાસ કરવાને બદલે સુઇ જતા હોવાની પણ ગ્રામજનોએ રજુઆત કરતા શિક્ષિકાએ વાલીઓની વાતને સ્વીકારી સ્વીકારી લીધી હતી પરવેટા ના ગ્રામજનોએ ભારે રોસ ઠલવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here