પંચમહાલ જિલ્લામાં આગામી તા.૭ મેના રોજ યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષામાં કુલ ૪૨ કેન્દ્રો,૪૮૯ પરીક્ષાખંડોમાં ૧૪૬૫૦ ઉમેદવારો ભાગ લેશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

બી.આર.જી.એફ. હોલ ગોધરા ખાતે પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને BiSag મારફતે તાલીમ અપાઈ

તમામ પરીક્ષાકેંદ્રો સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ,પરીક્ષા સબંધિત કોઈપણ માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨થી પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ ૦૭/૦૫/૨૦૨૩ રવિવારના રોજ ૧૨.૩૦ થી ૧.૩૦ કલાક દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે-૨૨ કેન્દ્રો પર, કાલોલ ખાતે- ૦૮ કેન્દ્રો પર, હાલોલ ખાતે-૦૯ કેન્દ્રો પર અને શહેરા ખાતે- ૦૩ કેન્દ્રો પર મળીને કુલ ૪૨ કેન્દ્રો પર ૪૮૯ પરીક્ષાખંડોમાં ૧૪૬૫૦ ઉમેદવારો માટે યોજાનાર છે. પરીક્ષાની તૈયારીઓના ભાગરૂપે તારીખ ૦૪/૦૫/૨૦૨૩ના રોજ બી.આર.જી.એફ. હોલ ગોધરા ખાતે પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને કલેક્ટર-પંચમહાલ, જિલ્લા વિકાસ અધિકારી-પંચમહાલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી-પંચમહાલની ઉપસ્થિતિમાં તાલીમ આપવામાં આવી હતી. આ સાથે મંડળ દ્વારા આયોજીત BiSag મારફતે તાલીમ આપવામાં આવી હતી.

મંડળના નિયમો અને સુચનો અનુસાર તમામ પરીક્ષા કેન્દ્રોના પ્રવેશ દ્વાર ખાતે High Megapixel સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. જેથી દરેક પરીક્ષાર્થી ઉમેદવારની ઓળખ વિડીયો રેકોર્ડીંગ મારફતે થઇ શકે. દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે સીસીટીવી કેમેરાથી પરીસર તેમજ વર્ગખંડોને પણ સુસજ્જ કરવામાં આવશે. કેન્દ્રોના પ્રવેશદ્વાર ખાતે પરુષ અને મહિલા ઉમેદવારોની ચકાસણી (ફ્રિસ્કિંગ) માટે અલગ અલગ વ્યવસ્થા તેમજ મહિલાઓ માટે ફ્રિસ્કિંગ પડદાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.પરીક્ષાર્થી ઉમેદવાર પરીક્ષાખંડમાં કોલ લેટર, અસલ ઓળખપત્ર, પેન, સાદી કાંડા ઘડીયાળ લઇ જઇ શકશે. પરીક્ષાર્થી સ્માર્ટ-વોચ, મોબાઇલ, હેડફોન વગેરે જેવા ઇલેક્ટ્રિક ગેજેટ સાથે લઇ જઇ શકે નહી તે મુજબની ચકાસણી કરવામાં આવશે.

પંચમહાલ જિલ્લામાં પરીક્ષાકેંદ્રો ખાતે જરુરી પોલીસ બંધોબસ્ત માટે એસ.પી.-૦૧, ડીવાયએસપી-૦૩, પોલીસ ઇન્સપેક્ટર-૧૧, પોલીસ સબ ઇન્સપેક્ટર અને મદદનીશ સબ ઇન્સ્પેક્ટર-૪૬, હેડ કોન્સટેબલ અને પોલીસ કોન્સટેબલ મહિલા સહિત- ૨૯૪ તથા એસઆરપીના ૧ સેક્શનની ફાળવણી કરી દેવામાં આવી છે. રાજ્ય પરીપવન વિભાગ સાથે સંકલન કરીને બસના રૂટો રાબેતા મુજબ કાર્યરત રહે અને જરુર જણાયે સત્વરે જરૂરી પગલા લેવા સબંધિત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી છે. પરીક્ષા સબંધિત માહિતી, ફરીયાદ અને પ્રશ્નોના નિવારણ અર્થે પંચમહાલ જિલ્લા કોર્ડીનેટર જનરલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેકમ) દ્વારા હેલ્પલાઇન નંબર ૦૨૬૭૨-૨૫૩૩૫૨ જાહેર કરવામાં આવ્યો છે તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગોધરા- પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here