છોટાઉદેપુર લોક સભા સાંસદ ગીતાબેન રાઠવાએ તિલકવાડાં તાલુકાના વિવિધ ગામોમા જઇ ખેડૂતોને કૃષિ બિલ વિશે માહિતી આપી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

હાલ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે સંસદમાં કૃષિ બિલ પાસ કરવામાં આવ્યો છે પરંતુ ખેડૂતોને આ બિલ વિશે માહિતી ન હોવાને કારણે ગીતા બેન રાઠવા દ્વારા વિવિધ વિસ્તારો માં જઇ ને ખેડૂતો ને આ બિલ ની પૂરેપૂરી સમજણ થાય તે માટે છોટાઉદેપુર લોક સભા સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા તિલકવાળા તાલુકાના વિવિધ વિસ્તારો માં જઇ ને ખેડૂતો ને કૃષિ બિલ વિસે સમજણ આપવામાં આવી અને કૃષિ બિલ થી ખેડૂતો ને મળનારા લાભ ની પૂરેપૂરી માહિતી ખેડૂતો ને આપવામાં આવી ગીતાબેન રાઠવા દ્વારા તિલકવાડાં તાલુકાના ફતેપુરા.નમારીયા.અને સાવલી ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું.

ગીતાબેન રાઠવા દ્વારા તિલકવાડાં તાલુકાના વિવિધ ગામોમાં જઈને ખેડૂતો ને(1) કૃષિ સુધારણા બિલ.(2)એ.પી.એમ.સી.એકટ બિલ અને (3) કોન્ટ્રાકટ ફાર્મિંગ બિલ વિસે સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને કૃષિ બિલ ને સભામાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા વધાવી લેવામાં આવ્યો.

આ સભામાં ગીતાબેન રાઠવા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી તે ઉપરાંત તિલકવાડાં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ બાલુભાઈ બારીયા વલ્લભભાઈ જોશી.વિક્રમભાઈ તડવી.ગોપાલભાઈ તડવી અને ભારતીય જનતા પાર્ટી ના અગ્રગણ્ય કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી અને તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી સભા ને સફરતા આપાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here