કાલોલની ખાનગી શાળા દ્વારા ૨૫ ટકા ફી રાહત આપવા માટે ફરજિયાત ચાર્જીસ ભરી દેવાનો ફતવો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

એક તરફ સરકાર ઘટાડવા કહે છે ત્યારે ખાનગી શાળાઓ અન્ય એક્ટિવિટીના નામે આડકતરી રીતે વાલિયોને લૂંટે છે

કાલોલની શામળદેવી રોડ ખાતે આવેલી શાંતિનિકેતન ટ્રસ્ટ સંચાલિત શાળા દ્વારા હાલમાં સરકાર દ્વારા ૨૫ ટકા ફી મા રાહત આપવા નો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે અનુસંધાને એક લેખિત કાગળ બહાર પાડી વિદ્યાર્થીઓ માટે ફાઈલ સીસ્ટમ હવે પોસાય તેમ નથી તેથી ફાઈલચાર્જ ભરી દેવાનું જણાવેલ છે વધુમાં RTE હેઠળ પ્રવેશ લીધો છે એ બાળકોએ પણ ફાઈલચાર્જીસ ફરજિયાત ભરવાનો છે તેવું જણાવેલ છે. જે વિદ્યાર્થીઓ દ્વારા ફાઈલ ચાર્જ ભર્યો નથી તેઓને હવે પછીની ફાઈલ આપવામાં આવશે નહીં તેવું જણાવી ફાઈલ લઈ જવી હોય કે ન લઈ જવી હોય તો નિયત કરેલ રકમ ના 40% રકમ ફરજિયાત ભરી દેવાનું જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોના વાલીઓએ પોતાને ફાઈલો નથી આપતા તેવી રજૂઆત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કરી હતી. ઉલ્લેખનીય છે કે એક્સ્ટ્રા એક્ટિવિટી ના નામે ઘરે બેસીને ભણવા માટેની ફાઈલો શાળા તરફથી આપવામાં આવે છે અને તેના ચાર્જના નામે મસમોટી રકમ પડાવાઈ રહી છે. પરંતુ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલ બાળકો ઉપરાંત તમામ બાળકો જેમાં જુનિયર કે જી થી ધોરણ 10 સુધીના તમામ બાળકો સામેલ છે તેઓની પાસેથી પણ આ રીતે ફરજિયાત પણે ફાઈલ ચાર્જીસ ના રૂપિયા ૩૦૦૦/ થી લઈ રૂ.૭૭૦૦/ સુધી ની રકમ ની ઉઘરાણી હાલ વિવાદમાં ઘેરાયેલી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here