કાલોલ તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ- ગોધરાના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા કાનુની સેવા સમિતિ, કાલોલના ઉપક્રમે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત, પંચમહાલ સાથે “આપ કે દ્વાર આયુષ્યમાન” યોજના અંતર્ગત PMJY-MA કાર્ડના કેમ્પ ૧ દિવસીય કેમ્પનું આયોજન રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે રાખેલ છે. આથી તમામ જાહેર જનતાના લાભાર્થે આયોજન કરાયેલ હોય જે તે વ્યક્તિઓએ આ કાર્ડ કઢાવવા માટે અધિકૃત હોય તેઓ આ કાર્ડ કઢાવવા માટે કેમ્પમાં હાજર રહેવું. સદર કેમ્પ તા. ૧૫/૦૯/૨૦૨૨ના રોજ સમય સવારના ૧૧-૦૦ કલાક થી સાંજના ૦૬-૦૦ કલાક સુધીનો રાખેલ છે. લાભાર્થીએ પોતાના જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here