બોડેલીના ખાંડીયા ગામ પાસે નર્મદા કેનાલ પર આઠથી દસ લૂંટારુઓએ ચપ્પુના ઘા મારી રોકડા તેમજ મોબાઇલની લૂંટ ચલાવી ફરાર

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

બોડેલીના ખાંડીયા ગામ પાસે નર્મદા કેનાલ પર એક ઈસમ નકલી પોલીસ બની બાઇક રોકી હતી ત્યારે બાદ અન્ય આઠથી દસ લૂંટારુઓ આવી ડુંગર પાસે બાઇક ચાલકને ડુંગર પાસે લઈ જઈ ચપ્પુના ઘા મારી રોકડા તેમજ મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

બોડેલીના ધનપુર(છછાદ્રા) ગામમાં રહેતા રાઠવા પિન્ટુભાઈ કનુંભાઈ વાધોડિયા નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન ખાંડીયા ગામ પાસે આવેલ નાળા પાસે નર્મદા કેનાલ પર એક ઈસમ નકલી પોલીસ બની બાઇક રોકી હતી ત્યારે બાદ અન્ય આઠથી દસ લૂંટારુઓ સ્થળ પર આવી પિન્ટુભાઈને ડુંગર તરફ લઈ જઈ ચપ્પુના ધા મારી તેમની ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પોહચાડી હતી તેઓની પાસે થી રોકડ ૧૦ હજાર, કાગળો તેમજ મોબાઈલની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા ગંભીર ઇરજાગ્રસ્ત પિન્ટુ ભાઈને તાત્કાલિક સારવાર આર્ટે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી ઇપસા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here