છોટાઉદેપુર : બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાં ફરી દીપડાની દહેસત…

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાં ફરી દીપડાની દહેસત ઉઠવા પામી છે ત્યારે જબુગામના રાજપુત ફળિયામાં જે જગ્યાએથી દીપડાએ બે ભેસના ત્રણ બચ્ચાનું મારણ કર્યું હતું તે જ ફળિયામાં ફરી  ગતરાત્રિ દરમિયાન કોઢારમાં પ્રવેશ કરી ભેસના એક માદા પાડી પર હુમલો કરતા પાડીની હાલત ગંભીર હોવા સાથે કાન અને થાપા પર ઇજાઓ થઈ હતી ત્યારે દીપડાના વધુ હુમલાથી બચાવ અર્થે વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે   અલગ-અલગ જગ્યા પર પાંજરા ગોઠવવામાં આવ્યા છે.                               

તાજેતરમાં જ દિપડાએ જબુગામ પંથકના બે માસુમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેમજ જબુગામના ભરચક એવા રજપૂત ફળિયામાં રહેતા પ્રદિપસિંહ ચંન્દ્રસિહ શિનોરાને ત્યાં તારીખ ૧૦/૧૨/૨૦૨૨ના રોજ તેમની ભેંસના ત્રણ બચ્ચાનું મારણ કરતા જેના મોત નિપજયાં હતા ત્યારે ગતરાતના ફરી એકવાર દિપડાએ પ્રદિપસિંહની ભેંસના માદા બચ્ચા પાડીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી  આ અંગેની જાણ થતાં પ્રદિપસિંહે તાત્કાલિક  વન વિભાગને જાણ કરવામા આવતા બોડેલી વન વિભાગના આરએફઓ એ.કે.રાઠવા,બીટગાડૅ રતનભાઈ રાઠવા અને કુસુમબેન બારીયા દ્વારા સ્થળ પર જઇ ચકાસણી કરતા દિપડા દ્રારા હુમલો થયો હોવાનું પુરવાર થયુ હતુ ત્યારે દીપડાએ ફરી એક પશુ પર હુમલો કરતા ગ્રામજનોમાં દિપડાની ભારે દહેશતથી લઈને લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ સર્જાયો છે વિધિની વક્રતા મુજબ ફળીયામાં અનેક પશુપાલકોના પોતાના નાના મોટા પાલતુ પશુઓ બહાર ખુલ્લામાં જ બાંધવામાં આવે છે તેમ છતાંય અન્ય ફળીયા ચીરીને દીપડા દ્વારા પ્રદીપસિંહના જ પાલતું પશુઓ પર બીજી વખત હિંસક હુમલા થયા છે ઉલ્લેખનીય છેકે જબુગામ પંથકમાં વારંવાર પશુઓ પર દીપડા દ્વારા હુમલાના બનાવો બને છે તેથી દીપડાઓ પર નજર રાખવા ટ્રેપ કેમેરા મુકી દીપડાને  ગામમાં આવતા રોકી શકાય જોકે વનવિભાગ દ્વારા જાગૃતિના ભાગરૂપે સલામતીના પગલાં સાથે બનાવો બને છે તેથી દીપડાઓ પર નજર રાખવા ટ્રેપ કેમેરા મુકી દીપડાને  ગામમાં આવતા રોકી શકાય જોકે વનવિભાગ દ્વારા જાગૃતિના ભાગરૂપે સલામતીના પગલાં સાથે પશુપાલકોએ પોતાના પશુઓને સુરક્ષિત રાખવા બંધિયાર જગ્યાએ બાંધવા પણ ગ્રામજનોને જણાવ્યું હતુ.                       

પ્રદીપસિંહ શિનોરા(પશુપાલક, જબુગામ): હજીપણ જબુગામની સીમમાં દીપડા જેવા હિંસક જનાવરો છે જે જંગલ વિસ્તાર છોડી જબુગામના માનવ વસવાટ વચ્ચે આવેલ રજપૂત ફળિયામાં ફરી મારી ભેંસના માદા પાડીને કાન તથા થાપાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જોકે દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.                       

અનીલભાઈ રાઠવા(આરએફઓ.બોડેલી): અમને જબુગામથી ફોન આવ્યો હતો કે ભેંસના માદા પાડી પર કોઈ જંગલી જનાવર દ્વારા હુમલો થયો છે ત્યારે ચકાસણી કરતા દિપડા દ્રારા હુમલો થયો હોવાનું પુરવાર થયું છે જેથી અમે ફળીયા નજીકના ખેતરમાં સચૅ કરતાં કેટલીક જગ્યાએ દીપડાના પગલાંના નિશાનસહીત કેટલીક જગ્યાએ ઝરખ અને ભુંડના પગલાં પણ પ્રાથમિક તપાસ કરતાં જોવા મળ્યાં હતા(ફોટો વિગત): બોડેલી તાલુકાના જબુગામ ખાતે ફરી એકવાર દિપડાએ પ્રદિપસિંહની ભેંસના માદા પાડી પર હુમલો કરતા પાડીને ગંભીર ઇજાઓ પહોંચી ત્યારે વનવિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી જે તસવીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here