સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુર ડેપોમાં સર્વે કર્મચારીઓના ફાળા અને સહકાર થકી સમસ્ત કર્મચારીઓના કલ્યાણર્થે ગોગા મહારાજ દશાબ્દિ હવન મહોત્સવમાં સિદ્ધપુર ડેપો મેનેજર ચેતનભાઈ જી.ચૌધરી અને તેમના ધર્મપત્નિ યજમાનપદે બિરાજ્યા હતા.આ પ્રસંગે પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી,સામાજિક આગેવાન નરેન્દ્રભાઈ ઠાકર,ડિટીઓ, ડીએમઈ, એકાઉન્ટ ઓફિસર,લેબર ઓફિસર ખાસ હાજર રહ્યા હતા.ડેપોના દરેક કર્મચારીઓએ કોમી એખલાસ અને ભાઈચારા ની ભાવના સહિત હર્ષોલ્લાસ સાથે હવન અને ભોજનપ્રસાદીનો લાભ લઈ આ ધાર્મિક પ્રસંગને દીપાવ્યો હતો.