ઘેલવાંટ જૂથ ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિહ રાઠવા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

૧૦૧ નવી પંચાયત કચેરીઓ જીલ્લામાં મંજુર થયેલ છે : જીલ્લા વિકાસ અધિકારીશ્રી

છોટાઉદેપુર તાલુકાની ઘેલવાંટ જૂથ ગ્રામ સચિવાલયનું ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૨-૨૩ના મનરેગા હેઠળ કૂલ ૧૬ લાખ ૨૮ હજારની મંજુર થયેલી ગ્રાન્ટમાંથી આ મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
ઘેલવોટ જૂથ ગ્રામ સચિવાલયને અત્યંત આધુનિક સાધન સમગ્રીથી સજજ કરવામાં આવી છે. આ નિમિતે છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસીહ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં ફાયર સ્ટેશન, મેડીકલ કોલેજ, ૩૫૦ બેડની સરકારી હોસ્પિટલ, આંબેડકર ભવન, બિરસામુંડા ભવન બનવાના છે. તમામ સરકારી કચેરીઓ માળખાકીય સુવિધાઓથી સજ્જ હોય જેથી સ્થાનિકોને સરળતાથી યોજનાકીય લાભ મળતા જીવન ધોરણ બદલાશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગંગાસિંહે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાની કુલ ૧૦૧ ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવવાની મંજૂરી મળેલ છે. જેમાંથી ૨૫ જેટલી ગ્રામ પંચાયતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે,ગ્રામ પંચાયત ભવનની સાથે તેની નજીકના વિસ્તારમાં ૩૪૫ નવી આંગણવાડી બનાવવા માટે પણ મંજૂરી મળેલ છે, આ જિલ્લામાં સુગમ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે જેના અંતર્ગત ગ્રામ સભા પાસે તેમના ગામના અંતરિયાળ રસ્તાઓ બનાવવાની યોજના છે જે અંતર્ગત જિલ્લા પંચાયતને ૧૦૭ દરખાસ્તો મળી છે, જેનો સર્વે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમગ્ર પંચાયતના દરેક સભ્યો અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં ટી.ડી.ઓ શ્રી દીપક ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પ્રો.શંકર રાઠવા, આદિજાતિ વિકાસ પરિષદના ડીરેક્ટર, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, સરપંચશ્રી રિન્કુબેન રાઠવા, તલાટીમંત્રી પુર્વેગભાઈ, જિલ્લા કારોબારી અધ્યક્ષ રૂપસિંહ રાઠવા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here