ગોધરા એલ.સી.બી. પોલીસે મોરવા તાલુકાના ખાવડા ગામે નાકાબંધી કરી બીયરના ટીનની પેટીઓ સહિત ચાર ખેપીયાઓને પકડી પાડયા…

મોરવા(હ) પંચમહાલ, ઈશહાક રાંટા :-

બીયરના ટીનની પેટીઓ નંગ -૨૨ કિ.રૂ. ૪૨,૨૪૦ / – તેમજ ફોર વ્હીલ વાહન નંગ- ર કિ.રૂ. ૩,૫૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ- ૩ કિ.રૂ. ૧૫,૦૦૦ / – એમ મળી કુલ રૂ . ૪,૦૭,૨૪૦ / – નો પ્રોહી મુદ્દામાલ ઝડપાયો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ , એસ . ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે . એક સફેદ કલરની બોલેરો ફોર વ્હીલ ગાડી નંબર એમપી ૪૫ બીબી ૧૪૧૧ ની માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ તેનો ચાલક ખાબડા ગામ તરફ આવવા માટે નિકળેલ છે અને આ બોલેરો ગાડીના પાઇલોટીંગમાં સફેદ કલરની ઇકો કાર નંબર જીજે ૨૨ એ ૪૯૩૩ આગળ નીકળેલ છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ. સિસોદીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ખાવડા ગામે રોડ ઉપર નાકાબંધી કરી બાતમી મુજબની બોલેરો ગાડી નં . એમ.પી. ૪૫ બી.બી. ૧૪૧૧ તથા ઇકો કાર નંબર જી.જે. ૨૨ એ . ૪૯૩૩ પકડી પાડેલ જેમાથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે . બજે કરેલ મુદ્દામાલા- | ( ૧ ) માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર પેટીઓ નંગ -૨૨ જેમા બીયરના ટીન નંગ ૫૨૮ કી.રૂ .૪૨,૨૪૦ / ( ર ) બોલેરો ગાડી નં . એમ.પી. ૪૫ બી.બી. ૧૪૧૧ કિ.રૂ .૨,૦૦,૦૦૦ / ( ૩ ) ઇકો કાર નંબર જી.જે. ૨૨ એ . ૪૯૩૩ કિ.રૂ .૧,૫૦,૦૦૦ / ( ૪ ) મોબાઇલ ફોન નંગ -૩ કિ.રૂ .૧૫,૦૦૦ | – કડાયેલ આરોપીનું નામ ( ૧ ) કૈલાશભાઇ વીચ્છીયાભાઇ વસુનીયા રહેવાસી – ગામ ઢાઢનીયા ગંગોરીયા ફળીચા પોસ્ટ – રામ્ભાપુર તા.મેઘનગર જી . જામ્બુઆ મધ્યપ્રદેશ ( ૨ ) પ્રકાશભાઇ વલ્લુભાઇ ભુરીયા રહેવાસી – ઢાઢનીયા તડવી ફળીયા તા.મેઘનગર જી . જામ્બુઆ મધ્યપ્રદેશ ( ૩ ) રાજેશભાઇ બચુભાઇ વસુનીયા રહેવાસી – ગામ ઢાઢનીયા ગંગોરીયા ફળીયા પોસ્ટ – રામ્ભાપુર તા.મેઘનગર જી . જામ્બુઆ મધ્યપ્રદેશ ( ૪ ) મનહરભાઇ કાન્તીભાઇ પટેલ રહે- વાડી માતરીયા પટેલ ફળીયુ તા.મોરવા ( હ ) જી.પંચમહાલ વોન્ટેડ આરોપીઓન નામન ( ૧ ) વધુભાઇ વેસ્તાભાઇ ભુરીયા રહે . ઢાઢનીયા તડવી ફળીયા તા.મેઘનગર જી . જામ્બુઆ મધ્યપ્રદેશ ( ૨ ) અશોક ઉર્ફે અકલો નરપતભાઇ પટેલ રહે – ખાબડા તા.મોરવા ( હ ) જી.પંચમહાલ . ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી મોરવા ( હ ) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here