સિદ્ધપુર કેન્દ્ર એસટી ક્રેડિટ સોસાયટીમાં બીએમએસની ભવ્ય જીત

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ કો.ઓપ.એન્ડ થ્રિફ્ટ સોસાયટી લી. પાલનપુરના ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી.જેમાં સિદ્ધપુર કેન્દ્ર ખાતે ભારતીય મજદૂર સંઘના જગદીશચંદ્ર એન.પટેલ ૩૯ મતથી વિજયી બન્યા હતા. તેમને કુલ ૧૨૩ મત મળ્યા હતા.તેમની જીતથી તેમના ટેકદારોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી જવા પામી હતી.આ ચૂંટણીમાં મજૂર મહાજન ના ઉમેદવાર રાજેશભાઈ આઈ.પટેલ ૮૪ મત મેળવી બીજા નંબરે જ્યારે કર્મચારી મંડળના ઉમેદવાર હસમુખભાઈ કે.છત્રાલિયા ૮૩ મત મેળવી ત્રીજા ક્રમે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here