બોડેલી ખત્રી વિદ્યાલયમાં અતિ ઉત્સાહ સાથે યોગ દિવસ ઉજવાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

૨૧ જૂન સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થતી હોય ત્યારે બોડેલી ખાતે ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૪માં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સભામાં સૂચન કર્યાથી ૨૧ જૂન જે વર્ષનો સૌથી લાંબો દિવસ અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્ત્વ હોવાથી યોગ દિવસ તરીકેની ઘોષણા કર્યા પછી વર્ષ ૨૦૧૫થી સમગ્ર ભારતમાં દરેક સરકારી કચેરીઓમાં તથા નાની મોટી સંસ્થાઓમાં આ દિવસ ઉત્સવની જેમ ઉજવાતો હોવાથી એમડીઆઇ પ્રાથમિક શાળા તથા ખત્રી વિદ્યાલય માં શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ આ ઉત્સવની ઉજવણી કરી હતી જેમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કડિયા સાહેબે યોગ વિશે વિશેષ માહિતી પૂરી પાડતા યોગનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે યોગ એક શારીરિક માનસિક અને અધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી આ ઉપરાંત અન્ય સમજુતી આપી વિદ્યાર્થીઓને વિશેષ જ્ઞાન આપ્યું હતું પી.ઈ.ના શિક્ષક એમ એમ ઠાકોર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here