કોરોના કાળમા નર્મદાના ત્રણ દિવંગત યુવા પ્રરકારોને શ્રદ્ધાંજલિ પાઠવતું પ્રેસ ક્લબ નર્મદા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કુનબાર ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમા પ્રેસ ક્લબ નર્મદાના ત્રણ દિવંગત પત્રકરોને પુષ્પાંજલિ અર્પી મૌન પાળી પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ

સદગત ત્રણે સદ્દગત પત્રકારોની સ્મૃતિમા જિલ્લના તમામ તાલુકા મથકોએ હોસ્પિટલમા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાશે

નર્મદા સહીત રાજ્યમા કોરોનામાં જાન ગુમાવનાર પત્રકારોને કોરોના વૉરિયર ગણી પરિવારને રાજ્ય સરકાર સહાય, સહાનુભૂતિ આપે એવી માંગ

નર્મદાના પત્રકાર સંગઠન પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપલા ત્રણ યુવા પત્રકારો 1)યોગેશ સોની-દિવ્યભાસ્કર, (સેલંબા )2)સતીશ કપ્તાન-ગુજરાત સમાચાર, (કેવડિયા કોલોની )અને 3)યોગેશ વસાવા- તંત્રી, માલિક બેનકાબ ભ્રષ્ટાચાર, (પ્રતાપનગર )આ યુવા પત્રકારોનું કોરોનામા અને એકનું હદય રોગના હુમલાથી દુઃખદ અવસાન થયું હતું. જેનાથી ત્રણે પત્રકારના પરિવાર પર ઘેરા દુઃખનું સંકટ આવી પડ્યું હતું. ખાસ કરીને પ્રેસ ક્લબ નર્મદા આ ત્રણે સક્રિય સદસ્યો પ્રેસ ક્લબ સાથે સતત સક્રિય રહી સારી કામગીરી કરતા હતા. તેમના દુઃખદ અવસાનથી પ્રેસ ક્લબ નર્મદાએ યુવા પત્રકાર ગુમાવતા ન પુરાય એવી મોટી ખોટ અનુભવી હતી.

જે ત્રણે સદગતના માનમા પ્રેસ ક્લબ નર્મદા દ્વારા ડેડીયાપાડા તાલુકાના કુનબાર ખાતે પ્રેસ ક્લબ નર્મદાની બેઠક મળી હતી જેમાં ત્રણે દિવંગત સદસ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવા ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપ, ઉપ પ્રમુખ છગનભાઇ વણકર, મન્ત્રી આશિક પઠાણ તથા સદસ્યોની ઉપસ્થિતિમા ત્રણ દિવંગત પત્રકારો તથા પ્રેસ ક્લબ નર્મદા ના સદસ્યોં ના પરિવારમાંથી દિવંગત થયેલા પરિવાર જનો તેમજ નર્મદા જિલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં કોરોનામા જેમનું દુઃખદ અવસાન થયું હોય એવા તમામ પત્રકાર બંધુઓ અને તમામ મૃતક પરિવાર જનોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર જનો ઉપર આવી પડેલી આપત્તીને સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રેસ ક્લબ નર્મદાના દિવંગત સદસ્યો યોગેશ વસાવા, સતીશ કપ્તાન અને યોગેશ સોનીની તસવીરને તમામ સદસ્યોએ પુષ્પાંજલિ અર્પી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પ્રસંગે પ્રમુખ દીપક જગતાપ, ઉપપ્રમુખ છગનભાઇ વણકર, મન્ત્રી આશિક પઠાણ, સદસ્યો મનીષ પટેલ, વિપુલ ડાંગી એ ત્રણે પત્રકાર બંધુઓની સક્રિય કામગીરીને બિરદાવી તેમના દુઃખદ નિધન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે પ્રેસ ક્લબના ત્રણે સદ્દગત પત્રકારોની સ્મૃતિમા જિલ્લના તમામ તાલુકા મથકોએ હોસ્પિટલમા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા સહીત રાજ્યના કોરોના માં જાન ગુમાવનાર તમામ પત્રકારોને રાજ્ય સરકાર કોરોના વૉરિયર તરીકે જાહેર કરી તેમના પરિવારને આર્થિક સહાય, સહાનુભૂતિ આપી દુઃખમા સહભાગી બને એવી માંગ પણ કરી હતી.

આ પ્રસંગે કુનબાર મિટિંગમા પ્રેસ ક્લબ નર્મદામા જોડાયેલ નવા સદસ્ય જયેશ તડવીને પ્રેસ ક્લબ નર્મદામા આવકારી તેમનું સ્વાગત કર્યું હતું તેમજ અન્ય નવા જોડાનાર પત્રકારો માટે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે કુનબાર મિટિંગમા પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપ, ઉપ પ્રમુખ છગનભાઇ વણકર, મન્ત્રી આશિક પઠાણ, સહ મન્ત્રી જયેશ પારેખ, ઓડિટર જ્યોતિ જગતાપ,સદસ્યો મનીષ પટેલ, વિપુલ ડાંગી, જયંતિ પરમાર, પરેશ બારીયા, મનોજ પારેખ, જયેશ તડવી સહિત ના સદસ્યો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here