રાજપીપળા નગર પાલીકાના પુર્વ પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલના સ્મરણાર્થે મેડિકલ કેમ્પ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં હાલ માં ખાંસી,શરદી,ડેન્ગ્યુ જેવા ઘણાં દર્દીઓ જોવા મળ્યા છે જેમાં ખાસ કરીને બેવડી ઋતુ નાં કારણે વાયરલ ઇન્ફેક્શન નાં દર્દીઓ ની સંખ્યા ઘણી વધી છે જેથી રાજપીપળા સહિત જિલ્લામાં દવખાનાઓ માં ભારે ભીડ પણ જોવા મળે છે,સાથે સાથે રાજપીપળા સહિત જિલ્લામાં હાર્ટ નાં દર્દીઓ ની સંખ્યા પણ વધતી જોઈ
રાજપીપળા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ સ્વ. અલકેશસિંહ ગોહિલ ના નામ થી કાર્યાન્વિત શ્રી અલ્કેશસિંહ ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે મેડિકલ કેમ્પ કરવામાં આવે છે જેમાં રવિવારે પહેલા નોરતા ની શરૂઆત હોવાથી રાજપીપળા રાજપૂત વાડી માં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો.
રાજપીપળા નરગપલિકા નાં પ્રમુખ,કારોબારી ચેરમેન રહી ચૂકેલા સ્વ.અલકેશસિંહ જે ગોહિલ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા હતા અને તેમની દુઃખદ વિદાઈ બાદ હવે તેમના બે પુત્રો માં પૂર્વ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલ સેવાકાર્યો કરી રહ્યા છે, અવાર નવાર સ્વ .અલકેશસિંહ ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકાર્યો કરાઈ રહ્યાં હોય ત્યારે આ ટ્રસ્ટ નાં માધ્યમથી અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તથા ટ્રાય કલર હોસ્પિટલ નાં સહયોગ થી રવિવારે રાજપીપળા રાજપૂત વાડી ખાતે એક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યા માં લોકો એ લાભ લીધો હતો.સાથે સાથે આ કેમ્પ માં આયુષ્માન કાર્ડ જેના બાકી રહી ગયા હોય તેવા લોકોના નામ નોંધી કાર્ડ કઢાવી તેમના ઘર સુધી પહોંચાડવા ની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here