સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વાસદ ખાતે ૨૭મો વાર્ષિકોત્સવ ઉજવાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વાસદ ખાતે ૨૬મોં વાર્ષિકોત્સવ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ તરીકે રામાકૃષ્ણન કોડોમારતી ( હેડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. ) તેમજ અતિથિ વિશેષ તરીકે આર્કિટેકટ રશ્મી દવેઢ (ભૂતપૂર્વ આચાર્ય આર્કિટેક્ચર કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ આમંત્રિત મહેમાનના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. ડૉ. જે એમ મિસ્ત્રી (વાઇસ પ્રેસિડન્ટ સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી) દ્વારા મુખ્ય મહેમાનો નું પરિચય આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યો હતો ત્યાર પછી સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આચાર્ય ડૉ. ડી પી સોની દ્વારા કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ નો અહેવાલ રજૂ કર્યો હતો .જેમાં જી.ટી.યુ.ની વિવિધ સેમીસ્ટરની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ એ મેળવેલ ઉચ્ચ સિદ્ધિઓ વિશેષ ધ્યાન આકર્ષે તેવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમ્યાન અલગ અલગ ગતિ વિધિઓમાં અને સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપનાર સરકારી તેમજ અન્ય સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતો.

શ્રી રામાકૃષ્ણન કોડોમારતી ( હેડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. )પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે “ વિદ્યાર્થી તરીકે તમારો રોલ શું છે? તમારો રોજ શું હોઈ શકે અને શું હોવો જોઈએ દેશના વિકાસમાં અને સમાજના વિકાસમાં તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો છો તે જોવાનું છે આવનાર યુગમાં AI નો રોલ શું હોઈ શકે તે વિશે જણાવ્યું હતું. AI નો મહત્તમ સકારાત્મક ઉપયોગ કઈ રીતે થઈ શકે કે જેથી કરીને સમાજનો ઉત્થાન થઈ શકે તે આજના યુવાનોના હાથમાં છે.”

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પ્રોફેસર આર્કિટેક્ચર રશ્મિ દવે જણાવ્યું હતું કે “આર્કિટેક્ચર એક મલ્ટી ડિસેપ્લિનરી વિદ્યાશાખા છે. વિદ્યાર્થીઓને ઘણા વિષયનું જ્ઞાન હોવું જોઈએ. તેમને લાઇબ્રેરીનું મહત્તમ ઉપયોગ કરવો જોઈએ AIની પણ જાણકારી હોવી જોઈએ અને હવે તો GPS અને ડ્રોન નો ઉપયોગ પણ થઈ રહ્યો છે સાથે સાથે આ વિદ્યાર્થીઓને ધર્મની પણ જાણકારી હોવી જોઈએ જેથી ધાર્મિક સ્થળોના બાંધકામમાં મદદરૂપ થઈ શકે.”

આ પ્રસંગે રોનક પટેલ (ચેરમેન નેસ્ટ) દ્વારા વિદ્યાર્થીઓ ને જણાવ્યું હતું કે તેઓ નવા ઇનોવેટિવ આઇડિયા ઉપર કાર્ય કરે અને આના માટે જે પણ આર્થિક અને તકનીકી સહાય ની જરૂર હશે તે એસવીઆઇટીના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે.

આ પ્રસંગે ભાસ્કરભાઈ પટેલ ના હસ્તે કોલેજના અન્ડર ગેજ્યુએટમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ૭ વિદ્યાશાખાના પ્રથમ વિદ્યાર્થીઓ અંગુર તુવેરદાળ તરફ થી કાંતિભાઈ રણછોડભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ.ચંદુભાઈ કાશીભાઈ પટેલની સ્મૃતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ ભાવેશભાઈ પટેલ ના હસ્તે કોલેજના પોસ્ટ ગેજ્યુએટ સ્તરે ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ૩ વિદ્યાશાખાના પ્રથમ વિદ્યાર્થીઓને લક્ષ્મી તુવેરદાળ તરફથી સ્વ.શ્રી રાવજીભાઇ શનાભાઇ પટેલની સ્મૃતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

એકેડમીક મેડલ મેળવનાર વિદ્યાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતા તેઓએ મેળવેલ સફળતા નો શ્રેય તેમની સખત મહેનત અને પ્રધ્યાપકો દ્વારા મળેલ માર્ગદર્શન ને આપ્યો હતો.

ઇનોવેટિવ આઇડિયા સાથે નવા પ્રોજેક્ટ બનાવી રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને આ પ્રસંગે ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જી.ટી.યુ દ્વારા આયોજીત રમતગમતની પ્રવૃતિમાં વલ્લભવિદ્યાનગર ઝોનમાં તેમજ આંતર ઝોનલ સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરી વિજેતા અને ઉપવિજેતા રહેલ ખેલાડીઓને સંસ્થા તરફથી સનન્માનીત કરવામાં આવ્યા હતા.ઈનામ વિતરણમાં જી.ટી.યુ તરફથી આંતર યુનિવર્સિટી સ્પોર્ટસ સ્પર્ધાઓમા ભાગ લઈ એસ.વી.આઈ.ટી અને યુનિવર્સિટી માં નામ કરનાર ૨૩ રમતવીરોને સંસ્થા તરફથી બ્લેજર અને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીનાં વાઈસ પ્રેસીડેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ર્હષિલ પટેલ (જી.એસ.-સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી) દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ રોનકકુમાર પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિકકુમાર પટેલ, મંત્રી ગૌરાંગભાઇ પટેલ, સહમંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, શ્રીમતી ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી.પી. સોની, ડૉ. જે એમ મિસ્ત્રી (વાઇસ પ્રેસિડન્ટ સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી) અને સમસ્ત એસ.વી.આઇ.ટી. પરિવાર તરફ થી સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી ની ટીમ ને તેમને તેમના ખૂબ સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here