નેશનલ કાઉન્સિલ ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડીસીન દ્વારા વર્ષ ૨૦૨૨માં રાજ્યની પાંચ સરકારી આયુર્વેદ કોલેજને માન્યતા અપાઈ : આરોગ્ય મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તા.૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં નેશનલ કાઉન્સિલ ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડીસીન દ્વારા રાજ્યમાં પાંચ સરકારી આયુર્વેદ કોલેજને માન્યતા આપવામાં આવી છે, જે તમામ કોલેજો હાલમાં કાર્યરત છે. માન્યતા પ્રાપ્ત પાંચ કોલેજોમાં ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે ૭૫ બેઠકો ધરાવતી સ્ટેટ મોડેલ સરકરી આયુર્વેદ કોલેજ, અમદાવાદ ખાતે ૯૪ સીટ સાથે સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, વડોદરા જિલ્લામાં ૭૫ સીટ સાથે સરકારી આયુર્વેદ કોલેજ, ભાવનગર ખાતે ૭૫ સીટ સાથે સરકારી આયુર્વેદ કોલેજ તથા જુનાગઢ ખાતેની ૭૫ સીટ સાથે સરકારી આયુર્વેદ કોલેજનો સમાવેશ થાય છે. આ પાંચેય કોલેજોને ૩૯૪ સીટ માટે રાજ્યમાં માન્યતા આપવામાં આવી છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here