પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનાં રાયણના મુવાડા ગામે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે આજરોજ રાજ્યના કક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી

ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આ કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને તેમજ જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું

શિક્ષક એ એવો પાયો છે, જેના પર સમાજની ઇમારત ચણાય છે” – મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક એ ભાવિ પેઢીનો શિલ્પકાર છે. તેમના વડે જ આપણને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે આપણા શિક્ષકો અને ગુરૂ પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવા માટેનો આ દિવસ છે.સમગ્ર દેશ સહિત રાજ્યમાં આજરોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાના રાયણના મુવાડા ગામે પાવાગઢ-ઘોઘંબા રોડ પર આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે આજરોજ જિલ્લાના કક્ષાના શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, રાજ્ય કક્ષાના કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો હતો, આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાં વર્ષ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લાના તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં વર્ષ ૨૦૨૧ માટે જિલ્લાના ૦૪ શિક્ષકો અને તાલુકા કક્ષાએ ૦૮ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળાના શિક્ષકોમાંથી ૦૨ શિક્ષક સીઆરસી/બીઆરસી/કેળવણી નિરીક્ષક/HTAT આચાર્ય કેટેગરીમાં ૦૧ શિક્ષક અને માધ્યમિક શાળાના શિક્ષકોમાંથી ૦૧ શિક્ષકની પસંદગી કરવામાં આવી હતી, તથા તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળાના ૦૮ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, શ્રેષ્ઠ પારિતોષિક એનાયત માટે પસંદગી પામેલા શિક્ષકોનું સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું, સાથે જ જિલ્લાના વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટેના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે પ્રાચીનકાળથી આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરૂની ગરિમા સર્વશ્રેષ્ઠ રહી છે. ભગવાન કરતા પણ ગુરૂનું પદ ઉચ્ચ માનવામાં આવ્યું છે. એવા કુરે શિક્ષકના આ દિવસની ઉજવણીની પવિત્ર પરંપરાને આપણે જાળવી રાખી છે.

શિસ્ત… ક્ષમા…. કરણા… નો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક

દાનવમાંથી માનવ, માનવમાંથી મહામાનવ બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. એટલે જ ચાણકય એ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ ” આજ તારીખ એટલેકે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન તત્વચિંતક સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ જેને આપણે “શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ એ.રાધાકૃષ્ણને ‘ધ એથિક્સ ઓફ વેદાંત’ પર મહાનિબંધ લખી શિક્ષણ જગતને મહામૂલી ભેટ આપેલી છે,

શિક્ષ્ણમાંથી ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ શિક્ષક ર્ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનને આજે વંદન કરીએ ર્ડો રાધાકૃષ્ણને કહયું હતું કે રાષ્ટ્રના વિકાસમાં શિક્ષકોની ભુમિકા ઘણી મહત્વની છે.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે લોકોનું સામાજીક જીવન અસ્ત વ્યસ્ત બની ગયેલ છે. ચાલુ વર્ષે દેશે ઘણી આફતોનો સામનો કર્યો છે. દરેક આફત સમયે દેશ એક થઈને ઉભો છે. કોરોના મહામારીએ ઘણા દેશવાસીઓનો ભોગ લીધો છે. આ કોરોનાના કપરા કાળમાં શિક્ષકોએ પણ કોરોના વોરીયર્સ તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. સરકારશ્રી અને વહીવટી તંત્ર ઘ્વારા સોંપવામાં આવેલ કામગીરી સફળતાપૂર્વક બજાવી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. જેમાં કોરોના સંક્રમણથી અમુક શકો મૃત્યુ પામેલ છે. તેને હદયપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ, સાથે જ જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી તેવા તમામ શિક્ષકોને શત શત પ્રણામ.

જિલ્લાના કક્ષાના શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રીનું કન્યા સાક્ષરતા નિવાસી શાળા દ્વારા સ્મૃતિચિન્હ અપૅણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સમાપન બાદ શાળા પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ, આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સહિત પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ પટેલ, હાલોલ પ્રાંત અધિકારીશ્રી એ.કે.ગૌતમ,જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ, ફતેસિંહ ચૌહાણ, શ્રીમતી રંગેશ્વરીબેન રાઠવા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવનાર શિક્ષકોની નામાવલી

૧) શ્રી રાઠોડ નિલેશ ખુમાનસિંહ, ભલાણીયા પ્રાથમિક શાળા,ભલાણીયા
૨) શ્રી પરમાર ભીખાભાઈ વીરાભાઇ, સુથાર ફળિયા પ્રાથમિક શાળા, ધાંધલપૂર
૩) શ્રી માછી રમેશભાઈ લાલાભાઈ, બિલીથા વર્ગ પ્રાથમિક શાળા, બિલીઠા
૪) પ્રજાપતિ સીમાબેન નારણભાઈ, રાઠવા ફળિયા પ્રાથમિક શાળા, દામાવાવ
૫) શ્રી ઝાલા પ્રવિણભાઇ પ્રભાતભાઇ, પાંથ પથરા, પ્રાથમિક શાળા
૬) શ્રી રાઠવા પ્રકાશભાઈ સોમાભાઈ, શ્રી ખોડસલ પ્રાથમિક શાળા
૭) શ્રી કલ્પેશકુમાર વીરાભાઇ પટેલ, જૂનામુવાડા વર્ગ મેખર પ્રાથમિક શાળા
૮) શ્રીમતી અલ્પાબેન કે ચૌહાણ આંટા ફળિયા વર્ગ કુવાઝર પ્રાથમિક શાળા

પ્રાથમિક વિભાગ માટે જિલ્લા કક્ષાના શિક્ષકશ્રીની નામાવલી

૧) પટેલ વિભાબેન બાપુજીભાઈ, વિંટોજ પ્રાથમિક શાળા, વિન્ટોજ
૨) પ્રજાપતિ દિનેશકુમાર શંકરલાલ બાકરોલ પ્રાથમિક શાળા, બાકરોલ

જિલ્લા કક્ષાના માટે (સીઆરસી/બીઆરસી/ કેળવણી નિરીક્ષક/HTAT આચાર્ય કેટેગરી)

૧) ડૉ. કલ્પેશ્કુમાર રેવાભાઈ પરમાર, બીઆરસી ભવન શહેરા

જિલ્લા કક્ષા માટે (માધ્યમિક શાળાના શિક્ષકની કેટેગરી)

૧) હેમેન્દ્ર જે. ભોજક ( એમ.એન્ડ એમ મહેતા હાઇસ્કુલ, ગોધરા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here