છોટાઉદેપુર સંસદીય મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક મળી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર સંસદીય મત વિભાગ માટે તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ૨૧-છોટાઉદેપુર સંસદીય મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક મળી હતી.

આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી અંર જિલ્લા ચૂંટણી અધિકારીએ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને મતદાન મથક, ઈ.વી.એમ, સ્ટ્રોંગરૂમ, રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર સહિતની ચૂંટણીલક્ષી બાબતો અંગે જરૂરી સૂચનો કરીને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી. શેખ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી. ચૌધરી, છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા તમામ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here