નર્મદા જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ ના કાર્યક્રમ નો આવતી કાલ થી પ્રારંભ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સ્થાનિક પદાધિકારીઓ અને રાજ્યના ગાંધીનગરથી સચિવો અને ઉચ્ચ અધિકારીઓ ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવી નામાંકન કરશે

જિલ્લાના કુલ-૫૨ રૂટ, રાજ્યકક્ષાના–૧૩ રૂટ મળી કુલ-૬૫ રૂટમાં સમાવિષ્ટ ૬૮૦ સરકારી પ્રાથમિક શાળામાં આંગણવાડીના ૩૮૮૩, બાલવાટિકાના ૭૨૦૯ અને પ્રાથમિક શાળા ધો-૧ માં ૩૮૯ બાળકોનો સમાવેશ

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં આવતી કાલ થી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ નો પ્રારંભ થશે. જેમાં જિલ્લામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક પદાધિકારીઓ, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી પધારેલા સચિવો અને ઉચ્ચ અધિકારીઓ નર્મદા જિલ્લાના આગંણવાડી-બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોને પાટી-પેન-દફ્તર-પુસ્તકો એનાયત કરીને ઉત્સાહભેર પ્રવેશ કરાવશે.

નર્મદા જિલ્લાના નાંદોદ, દેડીયાપાડા, સાગબારા, તિલકવાડા અને ગરૂડેશ્વર પાંચેય તાલુકાઓ ઉપર એક નજર કરીએ તો નાંદોદ તાલુકામાં રાજ્યના અધિકારીઓ માટે ૦૨ રૂટ અને જિલ્લા કક્ષાના ૦૯ રૂટ બનાવીને કુલ-૧૧ રૂટમાં ૧૩૦ સરકારી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૧૯૨ કુમાર અને ૨૩૦ કન્યાઓ મળીને કુલ- ૪૨૨ ભૂલકાંઓનો સમાવેશ થાય છે અને બાલવાટિકામાં ૬૨૫ કુમાર અને ૬૦૧ કન્યા મળીને કુલ-૧૨૨૬ પ્રવેશ પાત્ર બાળકો છે અને નાંદોદ તાલુકાના ધો-૧માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૬૭ કુમાર અને ૬૧ કન્યા મળી કુલ-૧૨૮ બાળકોની સંખ્યા છે.

દેડીયાપાડા તાલુકામાં રાજ્ય કક્ષાના ૩ રૂટ અને જિલ્લા કક્ષાના ૧૮ રૂટ મળીને કુલ-૨૧ રૂટમાં ૨૧૫ સરકારી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૯૨૫ કુમાર અને ૮૪૫ કન્યાઓ મળીને કુલ- ૧૭૭૦ ભૂલકાંઓનો સમાવેશ થાય છે અને બાલવાટિકામાં ૧૪૭૯ કુમાર અને ૧૪૦૩ કન્યા મળીને કુલ-૨૮૮૨ પ્રવેશ પાત્ર બાળકો છે અને તાલુકાના ધો-૧માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૩૦ કુમાર અને ૩૫ કન્યા મળી કુલ-૬૫ બાળકોની સંખ્યા છે.

સાગબારા તાલુકામાં રાજ્ય કક્ષાના ૪ રૂટ અને જિલ્લા કક્ષાના ૦૭ રૂટ મળીને કુલ-૧૧ રૂટમાં ૧૦૬ સરકારી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૪૩૧ કુમાર અને ૩૭૫ કન્યાઓ મળીને કુલ- ૮૦૬ ભૂલકાંઓનો સમાવેશ થાય છે અને બાલવાટિકામાં ૭૩૩ કુમાર અને ૭૫૬ કન્યા મળીને કુલ-૧૫૮૯ પ્રવેશપાત્ર બાળકો છે અને સાગબારા તાલુકાના ધો-૧માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૬૦ કુમાર અને ૪૦ કન્યા મળી કુલ-૧૦૦ બાળકોની સંખ્યા છે.

તિલકવાડા તાલુકામાં રાજ્ય કક્ષાના ૦૨ રૂટ અને જિલ્લા કક્ષાના ૦૮ રૂટ મળીને કુલ-૧૦ રૂટમાં ૧૦૬ સરકારી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૧૩૬ કુમાર અને ૧૩૯ કન્યાઓ મળીને કુલ- ૨૭૫ ભૂલકાંઓનો સમાવેશ થાય છે અને બાલવાટિકામાં ૩૨૯ કુમાર અને ૩૦૪ કન્યા મળીને કુલ- ૬૩૩ પ્રવેશપાત્ર બાળકો છે અને તાલુકાના ધો-૧ માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૧૭ કુમાર અને ૨૮ કન્યા મળી કુલ-૪૫ બાળકોની સંખ્યા છે.

ગરૂડેશ્વર તાલુકામાં રાજ્યકક્ષાના ૦૨ રૂટ અને જિલ્લા કક્ષાના ૧૦ રૂટ મળીને કુલ-૧૨ રૂટમાં ૧૨૩ સરકારી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૩૧૫ કુમાર અને ૨૯૫ કન્યાઓ મળીને કુલ-૬૧૦ ભૂલકાંઓનો સમાવેશ થાય છે અને બાલવાટિકામાં ૪૬૭ કુમાર અને ૪૧૨ કન્યા મળીને કુલ-૮૭૯ પ્રવેશપાત્ર બાળકો છે અને તાલુકાના ધો-૧ માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૨૨ કુમાર અને ૨૯ કન્યા મળી કુલ-૫૧ બાળકોની સંખ્યા છે.

આમ, જિલ્લામાં રાજ્યકક્ષાના ૧૩ રૂટ અને જિલ્લાકક્ષાના ૫૨ રૂટ મળીને કુલ-૬૫ રૂટમાં ૬૮૦ સરકારી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૧૯૯૯ કુમાર અને ૧૮૮૪ કન્યાઓ મળીને કુલ-૩૮૮૩ ભૂલકાંઓનો સમાવેશ થાય છે અને બાલવાટિકામાં ૩૭૩૩ કુમાર અને ૩૪૭૬ કન્યા મળીને કુલ-૭૨૦૯ પ્રવેશપાત્ર બાળકો છે અને જિલ્લામાં ધો-૧ માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૧૯૬ કુમાર અને ૧૯૩ કન્યા મળી કુલ-૩૮૯ બાળકોનો સમાવેશ થાય છે.

તો ચાલો બાળકો તૈયાર થઇ જાઓ, “સ્કુલ ચલે હમ” નિરંતર નિયમિત શાળાએ જઇએ, ઉજ્જવળ ભવિષ્યની ઉજવણીને સૌ સાથે મળીને સાર્થક કરી અને નર્મદા જિલ્લાને પ્રગતિના પંથે આગળ ધપાવી સહુ ઍક સાથે કદમ તાલ મિલાવીયે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here