ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે સ્વયંભૂ શ્રીઅરવડેશ્વર મહાદેવના નૂતન મંદિરની શિખર પ્રતિષ્ઠા તેમજ વિશ્વ કલ્યાણ અર્થે અતિ મહારૂદ્ર શાંતિ યજ્ઞ નિમીત્તે પવિત્ર સરસ્વતી નદીમાં પાણી છોડવા ધર્મ પ્રેમી જનતાની માંગ..

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરની પવિત્ર સરસ્વતિ નદીના પૂર્વ કેનારે અતિ પ્રાચીન સ્વયંભૂ શ્રીઅરવડેશ્વર મહાદેવ બાપાના નિજ મંદિરનો રાજ રત્ન શેઠ માધવલાલ મૂળચંદભાઇ ના પરિવારજનો દ્વાર આજથી ૧૪૦ વર્ષ પહેલાં મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ત્યાર બાદ વર્તમાનમાં મંદિર કમિટી દ્વારા કલાત્મક પત્થરોથી બનાવાયેલ નવીન મંદિરની શિખર તેમજ અન્ય દેવી દેવતાઓની પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહા વદ અગિયારસ ને બુધવાર તા.૦૬/૦૩/૨૦૨૪ થી મહા વદ અમાસ તા. ૧૦/૦૩/૨૦૨૪ ને રવિવાર બપોરે ૦૪:૦૦ કલાકે યજ્ઞ ની પૂર્ણાહુતી થશે આ પાંચ દિવસીય યજ્ઞ માં સિદ્ધપુર પંથક સહિત દેશ વિદેશમાં વસતા બાપાના લાખો ભક્તો ખુબજ મોટી સંખ્યા માં ભાગ લેવા આતુર બની રહ્યા છે અહી શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧વિગા જેટલી જમીનને પંચગવ્ય થી પવિત્ર કરી લીપણ કરી વાંસ ના બાંબુ ઓ અને સૂતર ના દોરા થી બનાવાયેલી યજ્ઞ શાળામાં ૧૧ યજ્ઞ કુંડ બનાવી તેની આજુ બાજુ સહસ્ત્ર જેટલા વિદ્વાન બ્રાહ્મણો તેમજ ૨૦૦ જેટલા યજમાનો પાંચ દિવસીય મહાયજ્ઞ માં ભાગ લઈ ધન્ય થશે. આ યજ્ઞમાં તલ અને ગાય ના ઘી ની સ્વાહા કાર થી ૧ કરોડ આહુતિઓ અપાશે જેમાં ૬૦૦૦ કિલો તલ, ૧૫ ડબ્બા ગાયનું ઘી , તેમજ ૫૦૦ કિલો વિવિધ સમિધાઓ નો ઉપયોગ થશે. તો આવા મોટા ધાર્મિક મહોત્સવને અનુલક્ષીને સ્થાનિક પ્રશાસને પણ સમસ્ત સનાતની હિન્દુ સમાજની લાગણી ઓને માન આપી ને પવિત્ર સરસ્વતી નદીના પૂર્વ કિનારે સ્થિત સ્વયંભૂ શ્રી બ્રહ્માંડેસ્વર મહાદેવ મંદિર, સ્વયંભુ શ્રી વાલકેશ્વર મહાદેવ મંદિર, સિદ્ધ પીઠ શ્રી હિંગળાજ માતાજી ના મંદિર તેમજ સ્વયંભુ શ્રી અર્વડેશ્વર મહાદેવ મંદિર પરિસર અને આ મંદિરો ને જોડતા રોડ રસ્તાઓ ની સાફ સફાઇના અભાવને કારણે ઠેર ઠેર કચરા તેમજ બિનજરૂરી ઉગી ગયેલી ઝાડી ઝાંખરા ના ઢગલાઓ જોઈ ભક્ત જનોની લાગણી દુભાય છે તો આ કાર્યક્રમ દરમિયાન નિરંતર સાફ સફાઈ થાય તે જરૂરી છે. પરમ પૂજ્ય ગુરુમહારાજ ના શુભ આશીર્વાદથી શ્રી અરવડેશ્વર મહાદેવ તથા શ્રી ચંપકેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આયોજીત અખિલ બ્રહ્માંડ ના અધિપતિ દેવાધિદેવ સ્વયંભુ શ્રી અરવડેશ્વર મહાદેવ બાપાના નૂતન મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પંચ દિવસીય અતિ મહારૂદ્ર શાંતિ યાગ નિમીત્તે પ્રાચી શ્રીસ્થલ ક્ષેત્ર સિધ્ધપુર મુકામે મહા વદ એકાદશી થી મહા વદ અમાવાસ્યા સુધી સંતો, મહંતો, મઠાધીશો, દેવતાઓ, યક્ષ, ગાંધર્વ, કિન્નર, પશુ, પક્ષી, ભૂત, પ્રેત, પિતૃઓ, ઋષિઓ, શિવના ગણ એવમ્ બ્રહ્મા,વિષ્ણુ અને સ્વયં ભોળાનાથ મહા સરસ્વતિ, મહાલક્ષ્મી અને માતા અન્નપૂર્ણા, શ્રી શાકંભરીમાતા સહિત તેત્રીસ કોટી દેવી દેવતાઓ સ્થૂલ, સૂક્ષ્મ કે દિવ્ય દેહે નિ:સંદેહ વેદ ઋચાઓ ના દિવ્યગાન નો લાભ લેવા તથા આશ્રમ સમીપ વહેતી ઋષિ પરંપરાના અભિન્ન અંગ સમી મા સરસ્વતી નદીના જળમાં સ્નાનાર્થે ઉપસ્થિત હશે જ ત્યારે પરમ પુનિતા મા સરસ્વતી નદીના ખોળે મુકેશ્વર ડેમ, ધરોઈ સાબરમતી લિંક કેનાલ કે ખોરસમ પાઇપ લાઇન મારફતે માતાં નર્મદા ના નીર સરસ્વતી નદીમાં સદૈવ નહિ તો પ્રસંગના સપ્તાહ પૂરતી પણ જો સૂકી ભટ્ટ બનેલી નદીમાં પાણી છોડવામાં આવે તો ખળ ખળ વહેતી થાય તો પ્રાત: સ્મરણીય આનર્ત ના આવધૂત સંત શિરોમણી પ.પૂ શ્રી દેવશંકર ગુરૂબાપા નું આંગણું દેદિપ્યમાન બની જશે. તો ગુજરાત રાજ્યની સંવેદનસિલ સરકાર એ આવા અભૂતપૂર્વ પ્રસંગે મા સરસ્વતી નદીના પટમાં મા રેવા (નર્મદા)ના જલપ્રવાહથી નવપલ્લવિત કરે જેથી પૂર્ણ કુંભ સ્નાન સમાન પુણ્ય અર્જિત કરવાનો ભક્ત જનોને અવસર મળી શકે વિશ્વ કલ્યાણ અર્થે જ્યારે બ્રહ્મર્ષિઓ એક કરોડ આહુતિના હોમ દ્વારા અતિ મહારૂદ્ર શાંતિ યજ્ઞના સંકલ્પથી કટિબધ્ધ થયા હોય તો સ્થાનિક રાજકીય અને સામાજિક નેતાગીરી નું કર્તવ્ય બને છે કે આ સંકલ્પ પૂર્ણરૂપેણ સિધ્ધ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here