ઊંડી ગામનું ગૌરવ વધારતા જીતેન્દ્ર ભાઈ જયેશભાઈ વસાવા જેવો સીમા સુરક્ષા દળની છ મહિનાની તાલીમ પૂર્ણ કરી આવતા દેશના વીરનું ફૂલહારથી સ્વાગત કરી ગામમાં ડીજે સાથે ફરી હર્ષભેર અભિવાદન વ્યક્ત કર્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા નાસંખેડા તાલુકાના ઊંડી ગામનું ગૌરવ એવા યુવક જીતેન્દ્રભાઈ જયેશભાઈ વસાવા એ ગામડી મંગળ ભારતી ખાતે બી.આર.એસ પૂર્ણ કરી એસ પી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે એમ એસ ડબલ્યુ નો કોર્સ કરી અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યારબાદ સરકારી નોકરીનો પ્રયત્ન કરતા હતા પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગમાં પણ પ્રયત્ન કરવા છતાં તેમાં સફળતા ન મળતા આખરે પોતાના જ ખેતરમાં મત્સ્ય ઉછેર માટે ખેતરમાં તળાવ બનાવીને શરૂઆત કરી હતી તે અરસામાં ભારત સરકાર દ્વારા સીમા સુરક્ષા દળ માટે નવીન અગ્નિ વીર યોજના અંગે ભરતીની જાહેરાત થતા જીતેન્દ્રભાઈ વસાવા એ અગ્નિ વીર ની ભરતીમાં મેદાની પરીક્ષા પાસ કરી ત્યારબાદ લેખિત પરીક્ષામાં પણ પાસ થઈ બિહાર રેજિમેન્ટમાં સિલેક્શન થતા જ છ મહિનાની તાલીમ માટે પટણા ખાતે સુખરૂપ રીતે પૂર્ણ કરીને પોતાના માદરે વતન ઊંડી ગામે આવતા ગામનો પહેલો યુવાન સીમા સુરક્ષા દળમાં જોડાઈને તાલીમ પૂર્ણ કરી આવતા દેશના સાચા સપૂતને ગામના લોકો તેમજ સગા સંબંધીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરી ડી જે ના તાલે બોલેરો ગાડીમાં સમગ્ર ગામમાં ફરી હર્ષભેર અભિવાદન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here