સમગ્ર શિક્ષા, શહેરાની આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મ નિર્ભર ગ્રામ રથ યાત્રા આયોજન મિટિંગ યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય ગાંધીનગરના આયોજિત તેમજ માન.કલેકટરશ્રી પંચમહાલ અને માન. લજિલ્લા વિકાસ અધિકારીશ્રી માર્ગદર્શિત માન.મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ તા : ૧૮ થી ૨૦ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તથા અન્ય જુદા જુદા ૯ વિભાગો દ્વારા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાત મુહુર્ત તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા તા:૧૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવનાર છે. જે અંતર્ગત અત્રેના જિલ્લામાં કુલ ૪ યાત્રા રથની ફાળવણી કરવામાં આવેલ છે. જે યાત્રા રથ અત્રેના શહેરા તાલુકાના નિર્ધારીત કરેલ રૂટ પર તા : ૧૮ થી ૨૦ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન સવારે ૮.૦૦ કલાકથી શરુ કરી રૂટ મુજબ તાલુકાઓના ગામડાઓમાં ફરી રાત્રે નિયત કરેલ સ્થળે આવી રાત્રી રોકાણ કરશે. જે ગામમાં રાત્રી રોકાણ નિયત થયેલ છે તે ગામમાં માન.કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાશે, તેથી ઉક્ત સરકારશ્રીના આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમમાં શાળા કક્ષાએ નીચે મુજબની કામગીરી થાય તે સુનિશ્ચિત બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ. કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં માઈક્રોસોફ્ટ ટીમ્સ એપના માધ્યમથી વર્ચ્યુઅલ સી.આર.સી.કો-ઓર્ડીનેટર ની મીટીંગ દરમ્યાન તારીખ:૧૬ અને ૧૭ નવેમ્બર ૨૦૨૧ ના રોજ તમામ શાળાઓમાં સમગ્ર પરિસરની સફાઈ-સ્વચ્છતા થઈ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે અને ફોટોગ્રાફ્સ મોકલી આપવાના રહેશે. ગ્રામ રથ યાત્રા જે ગામમાં જે દિવસે પસાર થવાની હોય તે દિવસે ગામની શાળા શરુ રાખવાની રહેશે અને રથના સામૈયાના કાર્યક્રમમાં શાળાએ સહભાગી થવાનું રહેશે. શાળાઓના આચાર્યશ્રીઓએ ગામના સરપંચશ્રી, SMC, પદાધિકારીઓ, ગામના અગ્રણીઓ, વડીલો, ગ્રામજનો વિગેરેને અગાઉથી કાર્યક્રમની જાણ કરી આમંત્રણ આપવાનું રહેશે અને સવારે ૮:૦૦ કલાકે પ્રભાત ફેરીનું આયોજન કરી શાળાના તમામ શિક્ષકો, ધો:૬ થી ૮ ના બાળકો તથા ઉપરોક્ત તમામ પદાધિકારીઓ તથા ગ્રામજનોને પ્રભાત ફેરીમાં જોડવાનું આયોજન સુનિશ્ચિત કરી લેવાનું રહેશે. પ્રભાત ફેરીમાં સ્વચ્છતા વિષયક સૂત્રો અને બેનરોનો ઉપયોગ કરવાનો રહેશે. ગ્રામ યાત્રા રથ સાથે આરોગ્ય વિભાગની વેક્સીનેશન ટીમ પણ સામેલ હોઈ સબંધિત ગામના વેક્શીનેશનમાં બાકી રહેલા વ્યક્તિઓનું વેક્સીનેશન થાય તે માટે સમજૂત કરવાના રહેશે. જે શાળાઓમાં ફળાઉ વૃક્ષોનું પ્લાન્ટેશન થયેલ છે તેની માહિતી શાળાના આચાર્યશ્રીએ તૈયાર રાખવી અને ગ્રામ યાત્રા રથ સાથે આવેલ અધિકારી/કર્મચારીને આપવી. જિલ્લા કક્ષાના આયોજન મુજબ રાત્રી રોકાણ માટે શાળાએ તૈયારી રાખવાની રહેશે. રોજના સ્ટેજ કાર્યક્રમના હાઈ રીઝોલ્યુશનના ૫ ફોટોગ્રાફ તથા ૨ થી ૩ મિનિટની વિડીઓ કલીપ સી.આર.સી.કો.ઓર્ડીનેટરે બી.આર.સી.ને મોકલી આપવાની રહેશે. સદર કાર્યક્રમ દરમિયાન Covid-19 ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here