ડભોઈ પાલિકા ચૂંટણી વૉર્ડ નંબર 9 ના પરિણામની કાયદાકીય ગુંચવણમાં આખરે કોંગ્રેસ તરફેણમાં ચુકાદો…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ડભોઈ ટાવર ચોક ખાતે વિજય ઉત્સવ ઉજવ્યો

ડભોઇ નગરપાલિકા ની ચૂંટણી પૂર્ણ થયે દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે. પરંતુ વોર્ડ નંબર 9 ની એક સીટ પર વધુ મત હોવા છતાં કાયદા ની જોગવાઇ તેમજ નિયમ ને ધ્યાન માં રાખતા ભારતીય જનતા પાર્ટી ના મહિલા કોર્પોરેટર ને હારેલા જાહેર કરવામાં આવ્યા હતાં તેમજ તેની સામે કોંગ્રેસ ના અજયભાઈ રાઠવા ને જીતેલા જાહેર કરવામાં આવ્યા હતા.

જે બાદ મત ગણતરી સ્થળ પર ભારે વિવાદ સર્જાયો હતો.આ પરિણામ ની ઘોષણા થી મહિલા કોર્પોરેટર અસંતુષ્ટ જણાતા આ પરિણામ ને કોર્ટ માં પડકારતી પિટિશન દાખલ કરી હતી.જે પિટિશન નો ડભોઇ સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપતા ભારતીય જનતા પાર્ટી ના મહિલા ઉમેદવારે કરેલ પિટિશન રદ કરી વોર્ડ નંબર 9 ના ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસ પક્ષ ના અજય ભાઈ રાઠવા ની જીત ને યથાવત રાખતો ચુકાદો આપવામાં આવતા કોંગ્રેસ પક્ષ ના કોર્પોરેટરો દ્વારા નામદાર કોર્ટ ના ચુકાદા નો સ્વીકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો.જે અનુસંધાને આજરોજ ડભોઇ ના ટાવર ચોક ખાતે કોંગ્રેસ પક્ષ ના કોર્પોરેટરો તેમજ આગેવાનો દ્વારા કોર્ટ માં થયેલ જીત બદલ વિજય ઉત્સવ મનાવ્યો હતો.આ પ્રસંગે વોર્ડ નંબર 9 ના અજયભાઈ રાઠવા ને કોંગ્રેસ ના તમામ કોર્પોરેટરો તેમજ આગેવાનો એ દ્વારા મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ,ડભોઇ શહેર પ્રમુખ સતીષ રાવલ,સુધીર બારોટ,નૂરમોહમદ મહુડાવાલા,મંજુર સલાટ, મકબુલભાઈ મરઘાવાલા સહિત મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here