બોડેલી તાલુકા ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ બોડેલી તાલુકા ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડો,શીતલકુવર બા મહારાઉલના હાથે નવરાત્રી મેળાના સ્ટોલની રીબીન કાપીને ખુલ્લા મુકવામાં આવ્યા ગુજરાત લાવલી હુડ પ્રમોશન કંપની ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે અને નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 8 10 2023 થી 14 10 2023 સુધી આ નવરાત્રી મેળાનું આયોજન બોડેલી સેવાસદન પાસે સ્ટોલ રાખવામાં આવેલા છે આ નવરાત્રિ મેળા નો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે મહિલાઓને આજીવિકા સાથે જોડીને પગભર કરવા ગામડાઓની મહિલાઓ સખીમંડળમાં જોડાઈને નાની મોટી પ્રવૃત્તિઓ કરતી હોય છે જેવી કે ભરતકામ સિલાઈ કામ અગરબત્તી બનાવી મીણબત્તી બનાવી સાબુ બનાવવા રક્ષાબંધનની સજામાં રાખડી બનાવી તેમજ કટલરી ની વસ્તુઓ બનાવી આ તમામ કામગીરી બહેનો ગ્રામ્ય લેવલે કરી રહી છે સરકાર દ્વારા આવા મેળાઓ થકી બહેનોની જે વસ્તુઓ બનાવે છે તેમનો માર્કેટ મળે તેમનું વસ્તુઓ માર્કેટમાં વેચાય તેમને યોગ્ય ભાવ મળે અને લોકો સુધી સખીમંડળની પ્રવૃત્તિઓને પહોંચાડવા માટે યોગ્ય પ્લેટફોર્મ એટલે કે મોકો સરકાર દ્વારા મળેલ છે અગાઉ પણ રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં પણ આપણે સાત દિવસ સુધી રાખી મેળવો રાખે તો એવી જ રીતે નવરાત્રી એટલે શક્તિની આરાધના નો પર્વ છે મા નવદુર્ગા નવ દિવસ આપણે એમનું આરાધના અને ઉપાસના કરવાના આ તહેવારરૂપી દિવસોમાં બહેનો પણ શક્તિનો અવતાર છે એમને સામાજિક અને આર્થિક રીતે સશક્તિક કરવા ના ભાવ સાથે આ નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મેળામાં એનઆરએલએમ યોજના સાથે સંકળાયેલા તમામ શક્તિ મંડળોને અવારનવાર આવા આવા કાર્યક્રમમાં ભાગ લેવા માટે પોસાઈટ કરવામાં આવે છે આ કાર્યક્રમ થકી આવા મેળાઓ થતી બહેનોને આજે બધા માટેની યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા મુદ્દા સાથે આવા કાર્યક્રમો સરકાર દ્વારા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here