ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા રાજપીપળા શાખા ના ચેરમેન તરીકે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની નિમણૂક

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા, રાજપીપળા ની ત્રી વાર્ષિક બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે રાજપીપળા ના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ ને બિન હરીફ ચેરમેન પદે નિયુકત કરવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લા પંચાયત ના સભાખંડ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજપીપળા ની ત્રી વાર્ષિક બેઠક યોજાઈ હતી,રેડ ક્રોસ જિલ્લા શાખા ના પ્રમુખ જિલ્લા કલેકટર વતી આર. ડી.સી. સી. એ.ગાંધી ની અધ્યક્ષતા માં આ બેઠક યોજાઈ હતી,જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા માં થયેલ ગત ત્રણ વર્ષ ના કાર્યો ની ચર્ચા કરવામાં આવી હતી જેમાં એક લાખથી ઓછી વસ્તી ધરાવતા કાર્યક્ષેત્રમાં સૌથી વધુ બ્લડ ડોનેશન એકત્ર કરવા માટે આ શાખા ને એવોર્ડ પણ મળ્યો હોય ને જેની પણ ચર્ચા પણ કરવામાં આવી હતી, આ બેઠક માં નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ની સર્વાનુમતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજપીપળા,નર્મદા જિલ્લા શાખા ના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here