અમદાવાદ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દોઢેક માસ પહેલા ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી, અરવલ્લી.

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ.,ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી, મોડાસા નાઓએ આપેલ સૂચનાઓ મુજબ અરવલ્લી જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી.
ગુન્હાઓની ગંભીરતા અન્વયે શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા નાઓએ આવા ગુન્હા શોધી કાઢવા આપેલ સુચનાઓ અને માર્ગદર્શન અનુસાર એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમો બનાવેલ જે એલ.સી.બી. ટીમો ધ્વારા લગાતાર ગુન્હા સબંધે વાહન ચેકિંગ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ કરી ચોરી કરવાની એમ.ઓ. ધરાવતા શકદાર ઇસમો ઉપર વોચ કરેલ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે જરૂરી બાતમી હકીકત મેળવવામાં આવેલ હતી.
જે આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.કે.ચાવડા તથા સ્ટાફના માણસો મોડાસા સહયોગ સર્કલ ખાતે વાહનચેકીંગમાં હતા દરમ્યાન પેલેટ ચોકડી તરફના હાઇવે રોડ બાજુથી એક ઇસમ નંબર વગરનુ હીરો એચએફ ડીલક્ષ બાઇક લઇને આવતાં સદરી ઇસમને રોકી મોટર સાયકલના આધાર પુરાવા માગતાં પોતાની પાસે કોઇ આધારે પુરાવા નહી હોવાનુ જણાવેલ જેથી સદર મોટર સાયકલ સદરી ઇસમ ચોરી અગર તો છળકપટથી મળવેલાનુ જણાતુ હોઇ તેમજ સદરી મોટર સાયકલના ચાલકને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતાં પોતે આ મોટર સાયકલની ચોરી અમદાવાદ વટવા ખાતેથી ચોરી કરેલાનુ જણાવતો હોઇ જેથી મોટર સાયકલ ચાલક ઇસમ રાયમલ સ/ઓ નાનુરામ ઉર્ફે નાનુજી ખરાડી ઉ.વ.૩૫ રહે.ઘડા વાટેશ્વર તા.સીમલવાડા જી.ડુગરપુર (રાજસ્થાન)વાળો સદર નંબર વગરનુ હીરો એચએફ ડીલક્ક્ષ મોટરસાયકલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે લઇ સદર ઇસમને સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ અટક કરી આગળની તપાસ સારૂ મોડાસા ટાઉન પો.સ્ટે. સોપવામાં આવેલ સદર મોટરસાયકલ બાબતે તપાસ કરતા વટવા (અમદાવાદ શહેર) પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નંબર ૧૧૧૯૧૦૩૮૨૩૦૨૪૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ ૩૭૯ મુજબ ગુન્હો દાખલ થયેલ હોય વટવા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવાતજવીજ કરવામાં આવેલ છે.
શોધાયેલ ગુન્હાઓઃ-
(૧) વટવા (અમદાવાદ શહેર) પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નંબર ૧૧૧૯૧૦૩૮૨૩૦૨૪૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ ૩૭૯. મુજબ
કબજે કરેલ મુદ્દામાલઃ-
(૧) હિરો એચએફ ડીલક્ષ મોટર સાયકલ જેથી કી.રૂ.૪૦,૦૦૦/-
પકડાયેલ આરોપી-
(૧) રાયમલ સ/ઓ નાનુરામ ઉર્ફે નાનુજી ખરાડી ઉ.વ.૩૫ રહે.ઘડા વાટેશ્વર તા.સીમલવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)
કામ કરનાર અધિકારી / કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(૨) શ્રી એસ.કે.ચાવડા, પોલીસ સબ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા
(૩) અ.હે.કો. અભેસિંહ કોદરસિંહ બ.નં. ૩૯૭
(૪) અ.હે.કો. દીલીપભાઇ થાનાભાઇ બ.નં.૩૯૮
(૫) અ.હે.કો. કીશનકુમાર બાબુભાઇ બ.નં.૫૯૮
(૬) આ.લો.ર હાર્દીકકુમાર અરવીંદભાઇ બ.નં.૦૬૨૨
આમ લોકલ ક્રાઇમબ્રાન્ચ, અરવલ્લી ધ્વારા ચોરીના ૧ ગુન્હાનો ભેદ ઉકેલાવા પામેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવાની પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા સાપડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here