“આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે “રાષ્ટ્ર્રીય એકતા દિવસ” ની થિમ પર તા.૨૪ મી ઓક્ટોબર થી તા.૩૧ મી ઓક્ટોબર દરમિયાન નર્મદા જીલ્લા મા ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લામાં ધોરણ ૦૬ થી ૧૦ માં અભ્યાસ કરતાં ઇચ્છુક વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી નર્મદા દ્વારા સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે “રાષ્ટ્ર્રીય એકતા દિવસ” ની થિમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન થનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકો “રાષ્ટ્રીય એકતા દિવસ” વિષે જાણે તથા બાળકોની ચિત્રકલામાં રૂચી વિક્સે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે અને આ હેતુને ધ્યાને લઈ તા.૨૪/૧૦/૨૦૨૧ થી ૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન ધોરણ ૦૬ થી ૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું દૈનિક બે કલાક માટેનું આયોજન થનાર છે. વર્કશોપનું સ્થળ તથા સમય નક્કી થયેથી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. નર્મદા જિલ્લામાંથી ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ એક સાદી અરજીમાં પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, વ્હોટ્સએપ મોબાઇલ નંબર, ધોરણ, સ્કુલ તથા આધારકાર્ડ નંબર લખી આ વિગત સાથે આધારકાર્ડનો સ્પષ્ટ ફોટો જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઇમેલ આઇડી: dydonarmada27@gmail.com પર તા.૦૯/૧૦/૨૦૨૧ સુધી અરજી મોકલવાની રહેશે, અરજીઓ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, નર્મદા-રાજપીપલા ની કચેરી સ્વિકારશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here