શહેરા : ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતા BJP કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવાયો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ઉત્તર પ્રદેશ,ગોવા,ઉત્તરાખંડ,મણીપુરમાં વિધાનસભાની ચુટણીના પરિણામોમા ભાજપની ભવ્ય જીત થઈ છે,જેને લઈને પચમહાલ જીલ્લામાં ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવામા આવી રહ્યા છે,શહેરા તાલુકામાં ચાર રાજ્યોમાં મળેલી ભાજપની જીતને પગલે કાર્યકરોએ ખૂશી વ્યકત કરી હતી,શહેરા તાલૂકા ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય ખાતે ભાજપા તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલીયા સહિત અન્ય કાર્યકરોએ ફટાકડા ફોડીને ચાર રાજ્યોમાં મળેલી ભાજપાની જીતને વધાવી હતી.
જ્યારે શહેરા બજારમા અંબાજી મંદિર ખાતે નગરપાલિકાના સભ્યો,સંગઠનના હોદ્દેદારો સહિત એકત્ર થઇને ભાજપાના વિજય પર ખૂશી વ્યક્ત કરીમે ફટાકડા ફોડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here