આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય એસ આર રેડ્ડીની દીકરી શર્મિલા કોંગ્રેસમાં જોડાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય એસ આર રેડ્ડી ની દીકરી અને વાય એસ આર ટી પી યુવા જાના શ્રમિક રાઈઝો તેલંગાના પાર્ટી ( YSRTP) ના સ્થાપક વાય.એસ. શર્મિલા આજરોજ અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. શર્મિલાએ પોતાની પાર્ટી વાયએસઆર તેલંગાણા કોંગ્રેસ પાર્ટીનો કોંગ્રેસ મા વિલીનીકરણ ની પણ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી જે કાંઈ પણ જવાબદારી સોંપવામાં આવશે તે અદા કરશે.

શર્મિલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ હતી. કોંગ્રેસની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તે દેશની સૌથી મોટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે કારણ કે તે તમામ સમુદાયોની સેવા કરે છે અને તમામ વર્ગના લોકોને એક કરે છે.

મંગળવારે હૈદરાબાદમાં તેમની પાર્ટીની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી, શર્મિલાએ કહ્યું હતું કે તે અને પાર્ટીના અન્ય નેતાઓ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ટોચના નેતૃત્વને મળશે અને “મહત્વપૂર્ણ” જાહેરાત કરશે.

શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીની નાની બહેન છે.

તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવાનું તેમના પિતાનું સપનું હતું અને તેઓ તેમાં યોગદાન આપીને ખુશ થશે. શર્મિલાએ કહ્યું કે તે ખુશ છે કે તે તેલંગાણામાં કોંગ્રેસની જીતનો હિસ્સો છે.

શર્મિલાએ તાજેતરમાં તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here