અલ્લાહની બંદગી સાથે જિંદગીનો પ્રથમ રોજો રાખતી ડભોઈની સૈયદા નિદા ફાતિમા

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

રમજાન ના છવ્વીસ માં રોજાને જીવન નો પ્રથમ રોજો બનાવતી સૈયદા નીદા ફાતેમા.

મુસ્લિમ બિરાદરો ના અંતિમ ચરણ માં પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમો રોજા સાથે ખુદાની ઈબાદત કરી ખુદાને રાજી કરતા હોવાથી માતા પિતા સહિત ઘરના સર્વે ૧૪ કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી ખુદાની બંદગી કરતા હોય ત્યારે ડભોઇ મહુડી ભાગોળ બહાર મહેતા પાકૅ પાસે પાસે રહેતા સૈયદ મૃતુજા અલી બાપુની સાડા પાંચ વર્ષયી પુત્રી સૈયદા નિદા ફતિમાએ પણ ઉનાળાની ગરમીની ઋતુ હોવા છતાં શ્રદ્ધાભેર જીવનનો પ્રથમ રોજો રાખી ખુદા ને રાજી કર્યા હતા. પ્રથમ રોજો રાખનાર સૈયદા નિદા ફતિમાને પરિવાર તરફથી તેમજ આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા શુભેચ્છાઓ સાથે મુબારકબાદ પાઠવી હતી અને બાળકી ની હિંમત ને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here