પંચમહાલ : રોજગાર વિનિમય કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા દ્વારા આજે માત્ર ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર ઓફલાઈન ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય નોકરીદાતા (એકમો) તરીકે (૧) સેટકો ઓટોમોટીવ કાલોલ (૨) રુબામીન લી.. હાલોલ (૩) સનફાર્માંસ્યુટીકલ લિમિટેડ, હાલોલ (૪) આર.બી.કાર્સ ગોધરા (૫) કુસા કેમિકલ, વેજલપુર (૬) એમ.જી.મોટર હાલોલ (૭) લ્યુસી ઈલેક્ટ્રીકલ ,હાલોલ તેમજ (૮) ગ્રાઈન્ડવેલ નોર્ટન સેન્ટ ગોબિન, હાલોલ એમ કુલ આઠ નોકરીદાતા હાજર રહીને કુલ ૪૦ જેટલી રીસેપ્શન, ગાર્ડનર, ટેલીકોલર, કમ્પ્યુટર ઓપરેટર, સિક્યુરીટી તેમજ ઓફીસ વર્ક તેમજ લાયકાત મુજબની ટેકનીકલ /નોન ટેકનીકલ જગ્યા માટે ભરતી પ્રક્રીયા હાથ ધરવામાં આવી. જેમાં ૬૦ થી વધુ દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો. ભરતી મેળામાં ૨૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલ ઉમેદવારોની નોકરીદાતા દ્વારા તેમના એકમમાં યોગ્ય લાયકાત મુજબ ક્ષમતા પ્રમાણેની જગ્યા પર મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરીને રોજગારીની તકો આપવામાં આવશે. તેમજ ઉમેદવારોને ભરતી મેળામાં સ્વરોજગારલક્ષી લોન સહાય અને વ્યવસાયલક્ષી તાલીમ યોજનાની માહિતી અને માર્ગદર્શન પણ ઉમેદવારોને આપવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં અનુબંધમ અને એન.સી.એસ.પોર્ટલ પર રોજગારીની તકો અંગે શ્રી એ.એલ.ચૌહાણ રોજગાર અધિકારી અને કેરિયર કાઉન્સેલર પ્રશાંત રાણા અને મિતાલી વરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ દિવ્યાંગજને વિના મુલ્યે વોકેશનલ તાલીમ માટેની માહિતી માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના ડાયરેક્ટરશ્રી દેશમુખ, લીડ બેંક મેનેજરશ્રી સત્યેન્દ્ર રાવ તેમજ દિવ્યાંગજન માટેની કલ્યાણકારી યોજનાની માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, દિવ્યાંગજનોને સ્વરોજગાર માટેની લોન સહાય યોજનાની માહિતી માટે જિલ્લા ઉધોગ કેન્દ્રની કચેરીઓ દ્વારા તેમજ નાયબ નિયામકશ્રી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારીશ્રી દ્વારા ઉમેદવારોને રોજગારલક્ષી તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here