અમદાવાદના દિનેશ હોલ ખાતે તુરી-બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર દ્વારા ‘’તુરી – બારોટ સિંગર સિઝન – ૧’’નું આયોજન થયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કાર્યક્રમમાં કુલ ૫૪ જેટલા કલાકારોએ ઓડિશન આપ્યું, જેમાં ૧૫ કલાકારોને વિજેતા જાહેર થયા

અમદાવાદના દિનેશ હોલ ખાતે તુરી-બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર દ્વારા ‘’તુરી – બારોટ સિંગર સિઝન – ૧’’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૫૪ જેટલા કલાકારોએ ઓડિશન આપ્યું હતું, જેમાં ૧૫ કલાકારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં શ્રી રાકેશભાઈ બારોટ લોકગાયક, રાજલ બારોટ તથા નામાંકીત કલકરોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી ચંદ્રરાજ બારોટ, Dysp અમરેલી, તથા શ્રી ચંદ્રકાંત ચૌહાણ, PI, સુરત ગ્રામ્ય હજાર રહ્યા હતા.
તદઉપરાંત આ કાર્યક્રમમાં નામાંકીત ડૉ.શ્રીઓની ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો.

શ્રી મિતેશભાઈ બારોટ, અમિતભાઈ બારોટ અને રિંકુ ભાઈ દ્વારા સિંગર સીઝન ૧ ના વિજેતા જાહેર કરી ટ્રોફી એનાયત કરવામાં આવેલ.
જેમાં ૧ થી ૧૦ ના વિજેતાઓની વિડિયો સોંગ મિતેશભાઇ દ્વારા બનાવવામાં આવશે અને ૧૧ થી ૧૫ ના ઓડિયો સોંગ અમિતભાઈ દ્વારા બનાવવામાં આવશે.

આ અવસરે સમારોહના અધ્યક્ષ અને ડૉ. કિરીટભાઇ સોલંકી, લોકસભા સાંસદ,અમદાવાદ, (૫શ્ચિમ)એ કહ્યું કે, તુરી – બારોટ સમાજ દ્વારા મનોરંજન અને વહીવંચાનું જે કામ કરવામાં આવે છે એ ખૂબ મોટું કામ છે. મને મારા વંશજોની માહિતી આ સમાજ તરફથી જ મળી છે.

તેમણે વધુમાં કહ્યું કે, ડૉ.બાબા સાહેબ આંબેડકર એક પણ ટીપું લોહી રેડ્યા વગર માત્ર કલમની તાકાતથી ક્રાંતી લાવ્યા અને દરેકને સમાન અધિકાર તથા સ્ત્રીઓને પણ મતાધિકાર અપાવ્યાં છે. એવી જ રીતે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સંસદમાં વિશેષ સત્ર દ્વારા “૨૦૨૩ નારીશક્તિ અધિનિયમ” મારફતે મહિલાઓને લોકસભા, ધારાસભામાં ૩૩ % અનામત અપાવી છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

આ કાર્યક્રમમાં અમદાવાદ તુરી બારોટ અને મહેસાણા તુરી બારોટ ની ટીમ દ્વારા ખુબજ ઉમદા કામ કાર્ય કરી કાર્યક્રમ ને દીપાવ્યો હતો.

આ અવસરે તુરી બારોટ સેવા સમાજ સંઘનાં પ્રમુખ શ્રી શૈલેષભાઇ તુરી દ્વારા સમાજ ભવન નિર્માણ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં રૂ. ૭૦ લાખ જેટલી રકમ સમાજના દાતાઓ તરફથી મળી છે. આ પ્રસંગે સમાજના આગેવાન શ્રી પ્રવિણભાઇ બારોટ, શ્રી ભાવેશભાઇ સોલંકી, શ્રી આર.એમ.જાદવ, શ્રી શૈલેષભાઇ પરમાર અને શ્રી બીપીનભાઈ ચૌહાણ, વિશાલભાઈ જાદવ, રવિરાજ સોલંકી, જગદીશભાઈ જાદવ, કમલેશભાઈ શ્રીમાળી, જીતુભાઈ બારોટ સિદ્ધપુર, તેમજ સર્વે હોદ્દેદારો અને કારોબારી તથા જિલ્લાની ટીમોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ભોજનના દાતા શ્રી મહેશભાઈ પરમાર (દસાડા) તથા વિમલભાઈ બારોટ બન્યા હતા.

આ કાર્યક્રમનું સાઉન્ડ, સ્ક્રીનનું આયોજન શ્રી જીગ્નેશભાઈ ચૌહાણ દ્વારા ઓર્કેષ્ટ્રા નું આયોજન શ્રી રિંકુંભાઈ ડેરિયા આવેલ.

આખા કાર્યક્રમ નું સંચાલન શ્રી બાબુભાઈ બારોટ, તથા શ્રી રાકેશભાઈ બારોટ કમાન્ડો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં ગુજરાતનું ઘરેણું ગૌરવ પુરસ્કાર શ્રી રસિક બારોટ, યોગેશ બારોટ ધવલ બારોટ તથા જીતુરાજ બારોટ ખાસ ઉપસ્થિત રહી શ્રોતાઓનો ઉત્સાહ વધાર્યો હતો
તે ઉપરાંત સમાજના વિવિધ મંડળો, પાટણ, મેહસાણા, વિસનગર, બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી પ્રમુખશ્રી પોતાના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

તથા આખો કાર્યક્રમ જેમના કારણે સફળ થયો તેવા ૫૪ સ્પર્ધકો હજાર રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો જેમાં
કાર્યક્રમના મુખ્ય હીરો વિજેતા
૧. નાયક રમેશભાઈ, ખેડા
૨. બારોટ ક્રિસ, સાબરકાંઠા
૩. પરમાર કસિશ
સિંગર સીઝન ૧ ના વિજેતા બનેલ છે
જેની સૌએ નોંધ લેવી.

તમામ કાર્યક્રમ નું લાઇવ પ્રસારણ શ્રી શૈલેષ ભાઈ જાદવ, સો.મીડિયા ઈન ચાર્જ દ્વારા યૂટ્યુબ ચેનલ turibarotsanajsevasangh પર કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશથી લગભગ ૫૦૦૦ ઉપરાંત કાર્યક્રમ ને નિહાળી સહભાગી બની કાર્યક્રમ ને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here