કાલોલના સૈનિક પરીવારે શહીદોની યાદમા શહીદ પરીવાર સાથે દિવાળીની ઉજવણી કરી

કાલોલ, (પંચમહાલ)/મુસ્તુફા મિર્ઝા :-

સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકો ને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા તહેવારોમાં તેઓને ભુલાવી દેવામા આવે છે ત્યારે કાલોલ ની દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન પુનમભાઈ વરિયા અને તેઓના પરીવાર દ્વારા સતત છઠ્ઠા વર્ષે “એક દિયા શહીદો કે નામ” કાર્યક્ર્મ યોજાયો હતો પુનમભાઈ વરિયા ના બન્ને પુત્રો અતુલભાઈ દિલ્હી ખાતે અને રાજેશભાઈ શ્રીનગર ખાતે આર્મી મા ફરજ બજાવે છે અને પુત્રી છાયાબેન સીઆરપીએફમાં ગાંઘીનગર અને જમાઈ જયંતકુમાર પણ કુપવાડા ખાતે સેનામાં ફરજ બજાવે છે દિવાળી નિમિત્તે પિતા અને પુત્ર બન્ને વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શહીદ સૈનિકો ના પરીવારજનો ની મુલાકાત લઈ તેઓની સાથે સમય વિતાવી દિવાળી નિમિત્તે ભેટ આપે છે ત્યારે વીર શહીદ સૈનિક ના પરીવાર ને પોતાનો કોઈ સ્વજન મળ્યો હોય તેવી લાગણી થાય છે.ચાલુ વર્ષે ૨૫ શહીદ પરીવાર ની મુલાકાત લઈ તેઓને ભેટ આપવામાં આવી હતી.દિવાળી ના દીવસે સોસાયટીમાં વરિયા પરિવાર અને સોસાયટી ના રહીશો અને મિત્ર મંડળ દ્વારા સરસ રીતે રંગોળી બનાવવામાં આવે છે અને આ રંગોળી મા રંગ અને ફૂલો વડે ભારત નો નકશો તથા દેશભક્તિ ના વિવિઘ સૂત્રો બનાવવામાં આવે છે ઉપરાંત આ રંગોળી મા દિવડા પ્રગટાવતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. ચાલુ વર્ષે ગોધરા અને પીંગળી, કાનોડ અને ધનોલ ગામ ના શહીદો ના પરિજનો દીવાળી નિમિત્તે કાલોલ ખાતે હાજર રહ્યા હતા વરિયા પરિવાર દ્વારા શહીદ થયેલા જવાનો ના પરીવારજનો ને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમા નિવૃત્ત જીવન ગુજારતા સૈનિકો તેઓના કુટુંબીઓ, સોસાયટીના રહીશો અને અગ્રણીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here