પીએમ-કિસાન પોર્ટલ પર ખેડૂત ખાતેદાર આ રીતે પોતાની અરજી કરી શકે છે

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ યોજના અંતર્ગત પીએમ-કિસાન પોર્ટલ પર ખેડૂત ખાતેદાર સીધી પોતાની અરજી કરી શકે છે 

ખેડુતોને ગેરમાર્ગે દોરી ખોટી રીતે અરજીઓ કરાવતાં કેટલાક તત્વો પૈસા પડાવતા હોવાનો જિલ્લા ખેતીવાડી અધિકારીનો ધડાકો
 
રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

   પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ યોજના (પીએમ-કિસાન) અંતર્ગત ખેડુતોને વાર્ષિક સહાય રૂા.૬૦૦૦/- લેખે કેન્દ્ર સરકારશ્રી તરફથી ચુકવવામાં આવે છે, જેમાં કુટુંબદીઠ એક વ્યક્તિને સહાય ચુકવવાની થાય છે. જેમાં પતિ અથવા પત્નિમાંથી કોઇ પણ એક જ વ્યક્તિ તથા વર્ષ-૨૦૧૮ પહેલા ૭/૧૨ ૮-અ માં નામ હોવુ જોઇએ. સદર યોજના હાલ પીએમ-કિસાન પોર્ટલ પર ખેડુત ખાતેદાર સીધી પોતાની અરજી કરી શકે છે. નિયમ મુજબ દિન સાતમાં જરુરી ડોકયુમેન્ટ ખેતીવાડી અધિકારીની કચેરી નર્મદા રાજપીપળા જીલ્લા પંચાયત ખાતે પહોંચાડવાના હોય છે.

હાલ કેટલાંક તત્વો ખેડૂતોને ગેરમાર્ગે દોરીને જે ખેડુત ના હોય, ખેડૂત પુત્ર કે જેનું નામ રેવન્યુ રેકોર્ડ/ વન અધિકારપત્રમાં ના હોય અથવા તો તા.૦૧/૦૧/૨૦૧૮ પછી રેવન્યુ રેકોર્ડમાં નામ ઉમેરેલ હોય તેવી વ્યક્તિઓની અરજી પીએમ-કિસાનના સેલ્ફ રજીસ્ટ્રેશન ફાર્મર કોર્નરમાં જઇને અરજી કરી આપે છે. અને સદર યોજનાનો લાભ મળશે તેવું જણાવી અરજી કરવાના પૈસા પણ પડાવવામાં આવતા હોવાનું ધ્યાને આવેલ હોવાનો ગંભીર આરોપ સાથે ધડાકો જીલ્લા ખેતીવાડી અધિકારી નિલેષ ભટ્ટે કર્યો છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી ના જણાવ્યા મુજબ, પીએમ-કિસાન સમ્માનનીધિ યોજનાની ગાઇડલાઇન મુજબ સેલ્ફ રજીસ્ટ્રેશન ફાર્મર કોર્નર દ્વારા કરવામાં આવેલ અરજીઓને જ્યાં સુધી જીલ્લા લેવલેથી એપ્રૂવલ નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઇ પણ વ્યક્તિ ને સહાયનો લાભ મળવાપાત્ર થતો નથી, જેથી આવા તત્વોથી સાવધ રહેવા ની તાંતી જરૂર છે.પોતાને ધણી ફરિયાદો મળતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

નર્મદા જિલ્લા મા ગરીબ આદિવાસી ખેડુતો ને કેટલાક એજન્ટો જેટલા ના કટિયાર મા નામ છે બધાનેજ પૈસા મળસે નુ કહી ને ઠગાઈ કરી રહયા છે અને નાણાં પડાવી રહ્યા છે સરકારી આલમ મા તો આ મુદ્દો ચર્ચાસપદ છે જ પરંતુ પોલીસ વિભાગ આ મામલે ગંભીર બની તપાસ કરે અને એક બે એજન્ટો સામે કાર્યવાહી કરે તો ગરીબ આદિવાસીઓ ઠગાઈ ના શિકાર બનતા અટકી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here