બોડેલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમા મેઘાની મહેર…. 41 મી મી વરસાદ ખાબક્યો

બોડેલી,(છોટાઉદેપુર),ઈમ્તિયાઝ મેમણ

બોડેલી તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને સવારના ૬ વાગ્યાથી સાંજ સુધી બોડેલી તાલુકામાં ૪૧ મી.મી વરસાદ ખાબકતા લોકો તેમજ ખેડૂતોમાં આનંદ ની લાગણી ફેલાઇ જવા પામી હતી

બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં સવાર થી જ વરસાદી માહોલ છવાયો હતો બોડેલી તાલુકામાં સવાર ના સુમારે ધોધમાર વરસાદ ખાબકતા સવારના ૬ થી સાંજ સુધી ૪૧ મિમી વરસાદ ખબકી પડ્યો હતો જેના કારણે પંથકના નીચાણ વાળા વિસ્તારોની સોસાયટીઓમાં અને માર્ગો પર પાણી ભરાયા હતા. તેમજ બોડેલીના બન્ને રેલવે ગળનાળામાં પાણી ભરાતા વાહનચાલકો તેમજ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે વરસાદ ધીમો પડતા મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ગયા હતા. બોડેલી સહિત આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા તાલુકાના ખેડૂતો સહિત લોકોમાં પણ આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here