નર્મદા : દારૂ જ દારૂ! નર્મદા જિલ્લામાં રાત દિવસ દારૂના વેપલામાં રચ્યા પચ્યા રહેતા બુટલેગરો

એક તરફ બુટલેગરો છે કે માનતાં જ નથી પોલીસ છે કે પીછો છોડતી જ નથી !

નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ના ડુમખલ ખાતે થી મોટર સાઈકલ પર ઈંગ્લીશ દારૂની હેરા ફેરી કરતા બે આરોપીઓ ને ડેડિયાપડા પોલીસે ઝડપી પાડયા

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં બુટલેગરો છે કે વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર સહિત એમ.પી. તરફથી જીલ્લામાં ઘુસાડી તગડી કમાણી કરવામાં રાત દિવસ રચ્યા પચ્યા રહેતા હોય છે, ત્યારે નર્મદા જિલ્લા પોલીસ પણ બુટલેગરોની પાછળ હાથ ધોઈને ખાઇ પીને પડી ગઇ છે.

નર્મદા જિલ્લામાં ઠેરઠેર પોલીસે પોતાનું નેટવર્ક બનાવી બાતમીદારોને કામે લગાડીને દારૂનો વેપલો કરનારાઓ ઉપર બાઝ નજર ગોઠવી છે, જેથી રોજબરોજ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયાનું બહાર આવી રહયુ છે.

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામેથી મોટર.સા. ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી બે ઇસમો દ્વારા થતી હોવાની બાતમી મળતા પોલીસે બે ઇસમોંને પકડી પાડી રૂ.19625/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઇસમો દ્વારા થતી હોવાની બાતમી મળતા પોલીસે બે ઇસમોંને પકડી પાડી રૂ.19625/- નો મુદ્દામાલ જપ્ત કર્યો તેની તસ્વીર.

પ્રોહી/જુગારના દુષણને ડામવા માટે રાજ્યના પોલીસ વડા તરફથી હાલ સમગ્ર રાજ્યામાાં પ્રોહી.ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અંતર્ગત નર્મદા પોલીસ અધિક્ષકનાઓ તરફથી લીસ્ટેડ બુટલેગરોની પ્રવ્રુતી પર વોચ રાખી વધુને વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા સુચના મળેલ હોય રાજપીપળા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી અસામાજીક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા સારૂ સુચના મળેલ હોય જે આધારે પો.સ.ઇ.એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો સાથે પ્રોહી. રેઇડમાં નીકળેલા તે દરમ્યાન સાથેના પો.કો.રાકેશભાઇને બાતમીદારથી બાતમી મળેલ કે, વડફળી ગામ તરફથી ડુમખલ ગામ તરફ એક મો.સા.ઉપર બે ઇસમો ઇગ્લીશ દારૂનો જથ્થો લઇને આવે છે જે બાતમી આધારે ડુમખલ ગામ પાસે નાકાબાંધી કરેલ હતી. તે દરમ્યાન ઉપરોક્ત બાતમી વાળી મો.સા.આવતા તેમાં ચેક કરતા એક મીણીયા થેલામા પ્લા.ના ક્વાટરીયા નગ-85 કી.રૂ. 7225/- તથા ટીન બીયર નગ-24 કી.રૂ.2400/- મળી કુલ કી.રૂ. 9625 /- સાથે આરોપી (૧) અરવિંદભાઇ પારસીગભાઇ વસાવા તથા (૨) મુકેશભાઇ બામણીયાભાઇ વસાવા બન્ને રહે-સાાંકળી બેઝ ફળીયા નાઓને ઉપરોક્ત પ્રોહી.મુદ્દામાલ તથા મો.સા. કી.રૂ. 10,000/- સાથે મળી કુલ 19,625/- નોપ્રોહી. મુદામાલ વાહતુક કરી લઇ આવતા પકડાઇ જઇ તેઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here