ડેરોલ સ્ટેશન ખાતે ભાર વાહક વાહનો પસાર થતા બંધ કરાવવા ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રેતી કપચી ભરેલા ભારે વાહનો જેવા કે હાઈવા પસાર થાય છે અને તેને પરિણામે અવારનવાર અકસ્માતો થતા હોય છે તાજેતરમાં એક ટ્રક ચાલકે બાઈક સવારને અકસ્માત કરતા એક મહિલાનું મોત નિપજયુ છે. વધુમાં ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ઓવરલોડ વાહનોની અવરજવર ઉપર જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર બહાર પાડી પ્રતિબંધ પણ ફરમાવેલો છે. વધુમાં ગ્રામજનોનો આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગ અને આર ટી ઓ ની રહેમ નજર હેઠળ રેતી કપચી ભરેલા વાહનો સતત આ વિસ્તારમાંથી આવતા જતા હોય છે જેને કારણે અકસ્માત નો ભય રહે છે. વધુમાં આ વિસ્તારમાં ઓવરબ્રિજનું કામકાજ પણ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભે પડ્યું છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆત અને આંદોલન કરવા છતાં પણ કોઈ અધિકારી કે સરકાર આ બાબતમાં ધ્યાન આપતા નથી આ બાબતમાં વહેલી તકે કામકાજ થાય અને ઓવરલોડ વાહનો ની અવરજવર વિસ્તારમાંથી બંધ થાય તે માટે ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here