ઉમરાહ કરાવવાના નામે લાખોની છેતરપિંડી કરનાર બે ઇસમોના રિમાન્ડ દરમિયાન પાસપોર્ટ રિકવર કરતી કાલોલ પોલીસ

કાલોલ પોલીસે રિમાન્ડ દરમિયાન કબજે કરેલા ૨૮ અસલ પાસપોર્ટ સહિત બન્ને આરોપી પિતા પુત્રની તસવીર

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ નગરમાં જીગર બેટરીવાળાની દુકાનની ઉપર મોહંમદી મસ્જિદની પાસે આવેલ હુસેનભાઇ ઈબ્રાહીમ બોબડિયાની દુકાન ભાડે લઈને એપ્રિલ ૨૦૧૯ ના અરસામાં અમીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સ્પેશિયાલિસ્ટ ઈન ઉમરાહ જિયારત એવું બોર્ડ મારીને માંકણ ગામ તાલુકા કરજણના હાજી મુબારક દાઉદ પટેલ (પાયા) મુખ્ય વહીવટકર્તા તથા મુંતજિર મુબારક પટેલ (પાયા) રે. માંકણ તાલુકો કરજણ હાલ રહેવાસી જોગેશ્વરી વેસ્ટ સહકાર રોડ મુંબઈને કાલોલ પોલીસે કાલોલ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા, આ બંને પિતા-પુત્રએ મુસ્લિમ સમાજના ૨૦૦ જેટલા શ્રદ્ધાળુઓનો વિશ્વાસ સંપાદન કરી ઉમરાહ કરાવવાના નામે એક યાત્રાળુ દીઠ રૂ.૪૫,૦૦૦/- એમ કુલ રૂ.૧૮,૩૫,૦૦૦/- જેટલી જંગી રકમ ઉઘરાવી યાત્રા નહીં કરાવી કાલોલ ખાતેની ઓફિસ બંધ કરી દઈ ભાગી છૂટયા હતા જે બંને કાલોલ પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન કાલોલમાં ભોગ બનેલ શ્રદ્ધાળુઓના અસલ પાસપોર્ટ પોતાની માકણ ખાતેના વતનમાંથી પાસપોર્ટ નંગ ૨૮ તથા તેઓની પાલેજ ખાતેની ઓફીસમાંથી બિલ બુક નોંધ ૫ કબજે કરી હતી બંને એ રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી કે તમામ શ્રદ્ધાળુઓના નાણાં ટીકીટ એજન્ટ સઈદ પટેલના ખાતામાં જમા કરાવ્યા હતા અને આઇટીનરી (બિન ટ્રાવેલિંગ) પ્લેન ટિકિટો બનાવડાવી બાકીના પૈસા સુરતના સઈદ પટેલના ખાતામાં જમાં કરાવી તમામ રૂપિયા સઈદના ખાતામાં જમાં થયા બાદ આઇટીનરી (બિન ટ્રાવેલિંગ) ટિકિટો શ્રદ્ધાળુ પેસેન્જરોના વોટસએપ પર મોકલી આપી હતી અને રૂપિયા લઇને ઓફિસ બંધ કરી મુંબઈ નાસી ગયા હતા. તમામ ચારેય આરોપીઓએ રૂપિયા વહેચી લીધા હતા. આમ કાલોલ પોલીસે ભોગ બનનારાના અસલ પાસપોર્ટ નંગ ૨૫ તથા અન્ય ૩ પાસપોર્ટ મળી કુલ ૨૮ અસલ પાસપોર્ટ કબજે કરી આગળની પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here