બાબરા એસટી તંત્ર દ્વારા નાના બસ સ્ટેશને સ્ટોપ હેલ્થ ચેકીંગના કારણે બંધ કરી દેવાતા લોકોની હાલાકીનું નિવારણ લાવતા બીપીનભાઈ રાદડીયા, ફરી નાના બસ સ્ટેશન પાસે બસ સ્ટોપ આપી દેવાયો

બીપીનભાઇ રાદડીયાની રજુઆતથી ફરી નાના બસ સ્ટેશન પાસે એસટી બસ ઉભી રેતી થય

બાબરા,
હિરેન ચૌહાણ

કોરોનો મહામારીના કારણે સરકાર દ્વારા એસટી બસમાં મુસાફરી કરતા તમામ મુસાફરોનું શરીરનું ટેમ્પરેચર માપવાનું ફરજીયાત કર્યું છે. મુસાફરોએ એસટીના મુખ્ય પોઇંટ પર થી જ મુસાફરો બસમાં બેસી સકે એવે નિયમ લાગુ કર્યો હતો, પણ બાબરા શહેરમાં આ બાબતે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, બાબરાના નાના બસ સ્ટેશન પાસે એસટી તંત્ર દ્વારા સ્ટોક બંધ કરી દેવામાં આવતા ચિતલ રોડ નાના બસ સ્ટેશન વિસ્તાર અમરાપરા ગામ, વાડળીયા ગામ તેમજ આજુબાજુના ગામોને ભારે હાલાકી પડતી ફરજીયાત બસ સ્ટેશનને જવુ પડતું હતુ. બસ સ્ટેશન જવા માટેની 40 થી 50 રુપિયની રીક્ષા ભાડે કરી જવુ પડતું આ બાબતેની રજુઆત બાબરાના પીઠ આગેવાન બિપીનભાઇ રાદડીયા સમક્ષ કરાતા તેઓએ તત્કાલીન ધોરણે એસટી વિભાગના અધિકારીઓ સાથે વાત ચીત કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ કરી શ્રી રાદડીયાની રજુઆત યોગ્ય રાખી ફરીથી નાના બસ સ્ટેશન પાસે એસટી સ્ટોપ ચાલુ કરી કરી દેવાયો, સાથે બે કર્મચારીઓને નાના બસ સ્ટેન્ડ ઉપર મૂકી ત્યાંથી બેસતા તમામ મુસાફરોનું ચેકિંગ ત્યાં જ કરાશે તેમ બીપીનભાઇ રાદડીયા એ જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here