કાલોલના બસ સ્ટેન્ડમાં એક જ દિવસમાં ઉપરાઉપરી રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ મહિલાઓની અટક.

વિમલના વિવિધ થેલા માં રૂ.૫૧,૮૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ પોલીસે સોમવારે કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઉપરાઉપરી બે રેઇડ કરીને વિદેશી દારૂનો જથ્થા સહિત પાંચ મહિલાઓની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે બનાવની વિગત મુજબ કાલોલના સિનિયર પી.એસ.આઇ એમ .એલ ડામોર બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે બસ સ્ટેન્ડમાં વિમલના થેલામાં ત્રણ સ્ત્રીઓ ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો લઈને બેઠેલી છે જે આધારે પી.એસ.આઇ એલ.એ. પરમાર તથા સ્ટાફને સાથે રાખી પંચો રૂબરૂ મહિલાઓના વિમલના થેલાની તપાસ કરતા ૧૮૦ એમએલ ના ૨૫૭ નંગ ક્વાટર કીમત રૂ. ૨૫,૭૦૦/- મળી આવેલ આ ઘટના બાદ થોડીજ વારમાં બીજી બાતમી મળી હતી કે બસસ્ટેન્ડમાં અન્ય બે મહીલાઓના વિમલના થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને બસસ્ટેન્ડના ગેટ પાસે ઊભી છે જે આધારે પુનઃ રેઇડ કરતા બે મહિલાઓ પાસેથી ૧૮૦ મી.લી ના ૨૬૧ ક્વાટર મળી આવ્યા જેની કીમત રૂ.૨૬,૧૦૦/- ગણી કુલ રૂ.૫૧,૮૦૦/- નો દારૂ નો જથ્થો પકડી પાડી કાલોલ પોલીસે કવોલિટી કેસ શોધી કાઢી (૧) ગુમલી બેન નબળાભાઈ (૨) રમીલાબેન કરશનભાઇ (૩) લલીતાબેન બાબુભાઈ (૪) રમીલાબેન નવલભાઇ (૫) પીંગલીબેન ધારુભાઈ એમ કુલ પાંચ મહિલાઓને સરકારી ગાઈડ લાઈન મુજબ કોરોના ટેસ્ટ માટે મોકલી આપેલ છે.

કાલોલ પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી દારૂના જથ્થા સહિત ઝડપી પાડેલ મહિલા આરોપીઓની તસવીરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here