નર્મદા જિલ્લામાં ફરી પાછો દારૂની હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો તેનો આકા કોણ ? પોલીસ તેને શોધશે ખરી ?

દેડિયાપાડા પાસેના ગંગાપુર નાળા પાસેથી મો.સા ઉપર દારૂની ખેપ મારતા ખેપીયાને ઇંગ્લીશ દારૂ સાથે પકડી પાડતી દેડીયાપાડા પોલીસ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

એક દારુ, જુગારના સમાચાર પ્રસિદ્ધ કર્યાની શાહી સુકાતી નથી અને તરત જ બીજા જુગારનો વેપલો કરતા દારૂની હેરાફેરીના બનાવો નિયમિતપણે નર્મદા જિલ્લામાં પ્રકાશમાં આવી રહયા છે, નર્મદા જિલ્લા પોલીસ સમગ્ર અસામાજિક તત્વો પર લગામ લગાવવા દારૂ જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવુતતીઓ બંધ કરાવવા પ્રયત્નશીલ તો છે જ પણ શા માટે આટલા બધા ખેપીયાઓ પકડાતા આ પ્રવૃત્તિઓ લગામમાં આવતી નથી ?
ખેપિયાઓ પકડાયાં બાદ તેમના આકાઓ સામે કયા પગલા ભરાય છે ? આ પશ્ર ખુબજ મહત્વ નો છે. આંકડા કોના ઇશારે લખવામાં આવે છે? આંકડાનું કટિંગ કોને થાય છે?

વિદેશી દારૂ જો ખેપીયાઓ લાવતા હોય તો કોના માટે લાવે છે? વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો કેમ પડદા પાછળ છે ??

નર્મદા જિલ્લામાં ફેલાયેલી ગુનાહિત પ્રવૃત્તિને ડામવી હશે તો તેના મુળ સુધી જવું પડશે, શુ પોલીસ આ દિશામાં ચક્રો ગતિમાન કરે છે ખરી ? પોલીસ વિભાગ પણ આ બધી તપાસોમાં દુધે ધોયેલુ નથી.

વિદેશી દારૂનો જથ્થો નર્મદા જિલ્લામાં ઝડપાયાનો વધું એક બનાવ નર્મદા જિલ્લા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

નર્મદા પોલીસ વડા હિમકરસિંહની સૂચના તેમજ ના.પો.અધિકારી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.આર.ડામોર, દેડીયાપાડા પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે પ્રોહી.ની રેઇડમાં નીકળેલા હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે,કિશન હર્ષદભાઈ તડવી રહે.દેડીયાપાડા તેની મો.સા. ઉપર કણબીપીઠા ગામ તરફથી ગંગાપુર ગામ તરફ એક થેલામાં ઇગ્લીશ દારૂ ભરી લઇ આવે છે.

પોલીસને મળેલ બાતમીના આધારે ગંગાપુર નાળા પાસે પોલીસ નાકાબંધીમાં હતી તે દરમ્યાન બાતમીવાળી મો.સા.આવતા તેને ઉભી રાખી ચેક કરતા ઍક વિમલના થેલામાં વિદેશી દારૂના કવાટરીયા નંગ-૪૮ કિ.રૂ.૪૮oo/-તથા બીયરના ટીન નંગ-૨૦ જેની કિ.રૂ.૨૦૦૦/- મળી આવતા આ મુદામાલની કુલ કિં.રૂ.૬૮૦૦/- તથા મો.સા.નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.પ૦૦/- મળીને કુલ કિ.રૂ.૨૨,૩૦૦/- નો પ્રોહી.મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ખેપિયા વિરૂધ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નર્મદા જિલ્લા પોલીસ વડા ખરેખર જ જો દારૂ જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ દુર કરવા માટે દ્રઢ નિશ્ચયી હોય તો તેમણે ખેપીયાઓ થકી તેમના આકાઓ પર લગામ લગાવવી પડશે. ગુજરાતમાં નશાબંધી માટે કડક કાયદા બનાવ્યા છે છતાં તેને ધોળીને કેમ પી જવાય છે? કાયદાનો કડકાઇથી અમલ થાય એ ખૂબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here