શ્રાવણિયા જુગારની મોસમ કાલોલ પોલીસે તરવડા ગામે જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડ્યા, ૧૩ ઇસમો વોન્ટેડ

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ એમ એલ ડામોર તથા એલ એ પરમાર તથા પોલીસ સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે સોમવારે રાત્રે તેઓને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના તરવડા ગામમાં કેદારેશ્વર મંદિરની સ્ટ્રીટલાઇટના અજવાળામાં કેટલાક ઇસમો પાના પત્તાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે, કોરોના જેવી બીમારીમાં સોશિયલ ડિસ્ટન્સની ધરાર અવગણના કરી ભેગા થઈ જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે બે પંચોને બોલાવી બાતમી વાળી હકીકતથી વાકેફ કરી બાતમી વાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે રેડ કરી ચારે બાજુથી કોર્ડન કરી સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા જોતા પોલીસને જોઇને કેટલાક શખ્સો નાસવા લાગેલા પોલીસે દોડીને સ્થળ ઉપરથી આઠ ઇસમોને ઝડપી પાડેલા જુગારની જગ્યાએથી વેરવિખેર થયેલા ચલણી નોટો અને પાના પત્તા મળી આવેલ સ્થળ ઉપરથી મળેલા નાણા ની ગણતરી કરતા રૂ.૪,૩૨૦/- પકડાયેલા આઠ ઈસમોની અંગજડતીમાંથી મળી આવેલ રૂ.૬,૪૧૦/- મળી કુલ રૂ.૧૦,૭૩૦/- નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમો તથા જાહેરનામા ભંગની કલમો લગાડી ભાગી છૂટેલા તેર ઈસમો ની શોધખોળ હાથ ધરી છે.

શ્રાવણિયા જુગારની મોસમ કાલોલ પોલીસે તરવડા ગામે જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડ્યા તેની તસ્વીર

તરવાડા ગામે થી જુગાર રમતા પકડાયેલા ઈસમોની નામાવલી.

  1. અર્પિત કુમાર દિનેશભાઇ પટેલ રહે. તરવડા મેદાપુર
  2. પ્રિયંક કુમાર પ્રવીણભાઈ પટેલ રહે. તરવડા મેદાપુર
  3. જીગ્નેશ કુમાર હસમુખભાઈ પટેલ રહે. તરવડા મેદાપૂર
  4. સંજય કુમાર વિઠ્ઠલભાઈ પટેલ રહે. તરવડા મેદાપુર
  5. નરેન્દ્રકુમાર ભગતસિંહ પરમાર રહે. લીમડા તાલુકા વાઘોડિયા
  6. પીનલકુમાર હસમુખભાઈ રહે.તરવડા
  7. મનોજ કુમાર અંબાલાલ પટેલ રહે. તરવડા
  8. નિલય કુમાર અતુલભાઇ પટેલ રહે.તરવડા

જ્યારે આરોપી નંબર (૯) થી (૨૧) એમ કુલ ૧૩ ઈસમો ભાગી ગયેલા હોય તેઓની શોધખોળની કવાયતો તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here