1964 થી લગાતાર કોંગ્રેસના કબ્જામાં રહેલી વાંકાનેર તાલુકા પંચાયતમાં 2021 માં કેસરીયો લહેરાયો

વાંકાનેર,(મોરબી) આરીફ દિવાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટાભાગે કેસરિયો લહેરાયો છે જેમાં મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માં મોટાભાગે ભાજપ નું પલ્લું ભારે રહ્યું છે ત્યારે વાંકાનેર ખાતે તાલુકા પંચાયતમાં ઈતિહાસીક રચાયો હોય તેમ કેસરિયો લહેરાયો છે જેમાં ૧૯૬૪માં સૌપ્રથમ વખત કોંગ્રેસે શાસન સંભાળ્યા બાદ સતત 2020 સુધી કોંગ્રેસ શાસન તાલુકા પંચાયત વાંકાનેરમાં ૨૦૨૧માં ભાજપે કેસરિયો લહેરાવી દીધો છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે તારીખ 1 4 1964થી તારીખ 31 3 ૧૯૬૭ વાંકાનેર તાલુકાના પાડધરા ગામના રાયસંગભાઈ સરતાન ભાઈ પ્રમુખ પદ સંભાળ્યું હતું ત્યારબાદ તારીખ 1 4 1967થી 31 3 ૧૯૭૨ સુધી અબ્દુલ મુત્લીબ કે પીર ઝાદા પ્રમુખ પદ સંભાળ્યું હતું ત્યારબાદ માત્ર એક વખત અપક્ષ મહંમદ જાવીદ પીરઝાદા 13 7 1995 થી 31 3 2001 સુધી શાસન ચલાવ્યું હતું ત્યારબાદ ફરી કોંગ્રેસ શાસન સંભાળ્યું હતું જે સતત તારીખ 1 4 1964 થી 22 12 2020 સુધી કોંગ્રેસનો ગઢ ગણાતું વાંકાનેર તાલુકા પંચાયત માં કેસરિયો 2021 થી સત્તાનું સુકાન સંભાળ્યું છે જેમાં ભાજપના સૌપ્રથમ તાલુકા પંચાયતમાં વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા વઘાસીયા વાળાએ તારીખ 17 3 2021 થી કેસરિયો તાલુકા પંચાયતમાં લહેરાવી જય ગણેશ કર્યા છે ત્યારે વાંકાનેર પંથકમાં છેવાડાના ગામ સુધી વિકાસ ની લહેર પહોંચાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતમાં ઈતિહાસીક ભાજપની જીત ને કાયમી માટે ગઢ બનાવવા માટે પ્રજાહિત વિકાસલક્ષી કામો ભાજપના ચૂંટાયેલા સભ્યો સદસ્યો ની ટીમ દ્વારા પ્રાથમિક સુવિધાની સાથે સાથે અસામાજિક પ્રવૃત્તિઓ કુટેવો કુરિવાજો અને નાતજાતના ભેદભાવ વગર સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત પ્રજાલક્ષી વિકાસના કામો કરવામાં આવશે તેઓ ચૂંટાયેલા તમામ સભ્યોનું મતદાર પ્રજા સમક્ષ પાકું પ્રોમિસ રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિકાસ લક્ષી કાર્યો માં કેવો વિકાસ અને કેટલો વિકાસ થાય છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here