નસવાડીમાં રંગબેરંગી પતંગો અને કલરફુલ દોરાઓએ જમાવ્યુ આકર્ષણ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કોરોના ની બીક સાથે પતંગ દોરા લેવા માટે પતંગ રસિયાઓ દેખાયા

નસવાડી ના બજારમાં પતંગ અને દોરાએ ભારે આકર્ષણ જમાવ્યું છે જેમાં પતંગ રસિયાઓ એ પતંગ દોરા ની ખરીદી શરૂ કરી દિધીછે અને દુકાનદારો પણ હોંશે હોંશે પતંગ દોરા નો વેપાર કરી રહ્યા છે જેમાં પતંગ રસિયાઓ એ પણ આકર્ષણ જમાવ્યું છે જેમાં મોટા અવાજ કરતા પીપોડા અને કાર્ટુન ફુગ્ગા અને માથે સ્ટાઇલ વાળી ટોપી મૂકી પીપોડા વગાડતા બજારમાં જોવા મળ્યા છે અને વધારે આકર્ષણ તો આ રીતે પતંગ રસિયાઓએ જમાવ્યું છે અને સાથે સાથે લોકડાઉન ની બીકે વેપારીઓ પણ ઉતાવળ માં પતંગો ને દોરાઓ નો વહેલી તકે નિકાલ કરવા ની તૈય્યારીમાં છે કે કદાચ લોકડાઉન થઈ જાય તો અમારો માલ પડી રહે અને દેવાદાર બનીએ એના કરતાં ઓછા નફે પણ ધંધ્ધો કરવા મજબૂર બન્યા છે જેનો લાભ ગ્રાહક મિત્રો ને થઈ શકેછે અને નસવાડી ખાતે કાર્ટુન ફુગ્ગા નાની મોટી પીપોડી ગેસના ફુગ્ગા વગેરે નું વેચાણ હાલ ચાલુ છે અને લોકો પ્રાર્થના કરેછે કે ઉતરાણ સારી રીતે જાય અને આવી ભયંકર બીમારી કોઈને ન આવે અને કોરોના ઓમીક્રોન ની બીક ની સાથે સાથે ઉતરાણ ની મજા તો માણવાનીજ અને આવા સમયમાં ક્યારે શું થાય તે નક્કી નથી એટલે જીવન મળ્યું છે જીવાય ત્યાં સુધી મોજ કરી લેવી તેવી ચર્ચાઓ પતંગ બજારમાં સાંભળવા મળી છે અને પતંગ રસિયાઓ ઉત્સાહમાં દેખાય રહ્યાછે અને ઉતરાણ ને દિવસે ઊંધિયું અને ફાફડા જલેબી ની પણ મજા માણીશુ એમ લોક મુખે ચર્ચાય રહ્યું હતું અને પતંગ બજારમાં રંગબેરંગી પતંગ કલરફુલ દોરા વગેરેએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here