હાલોલ તાલુકાના કંજરી ગામે થયેલ અપહરણમાં ભોગબનનાર તથા આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી હાલોલ રૂરલ પોલીસ

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

પંચમહાલ ગોધરા રેન્જ ના નાયબ પોલીસ મહા નિરીક્ષકશ્રી ચિરાગ કોરાડીયા સાહેબ તથા પંચમહાલ જીલ્લા ના પોલીસ અધિક્ષકશ્રી હિમાશું સોલંકી સાહેબ નાઓએ જીલ્લાના તથા પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીઓને પકડવા તથા અનડીટેકટ ગુના ોધી કાઢવા સારૂ સુચના આપેલ હતી જે આધારે ના.પો.અધિ સાહેબ શ્રી વી.જે રાઠોડ સા. હાલોલ વિભાગ હાલોલ નાઓના જરૂરી માર્ગદર્શન આપેલ હતું.
અનવયે ગઈ તારીખ ૧૦/૬/રરના રોજ કંજરી ગામે રહેતા અનિલકુમાર લક્ષ્મણસિંહ પરમાર નાઓએ મોકળ ખાતે રહેતી જાન્હવીબેન અજયસિંહ ચૌહાણ ની સાથે પ્રેમ લગ્ન કરેલ હતા જેથી જાન્હવીબેનના ઘરના માણસો જેમાં અજયસિંહ રતનસિંહ ચૌહાણ તથા કૈલાસબેન અજયસિંહ ચૌહાણ બંને રહે, મોકળ તા.કાલોલ તથા તેઓના સબંધી ધીરજભાઈ તથા માયાબેન તથા જમીન તથા તેની સાથે બીજા ત્રણ માણસો ગેર કાયદેસરની મંડળી રચી એક શીફ્ટ ગાડી અને ઈકો ગાડી લઇ ને કંજરી ગામે ફરીયાદીના ઘરે આવેલ અને બુમાબુમ કરી અનિલકુમાર તથા જાન્હવી ની શોધખોળ કરતા હતા પરંતુ તેઓ બંને નહી મળતા અનિલ ના પિતા લક્ષ્મણભાઈ તથા તેની માતા મીનાબેનનાઓને જાન્હવીના પિતા અજયસિંહ રતનસિંહ ચૌહાણનાઓ તથા તેની સાથે આવેલ માણસોએ મારામારી કરી જબરઝસ્તી કરી સ્વીફ્ટ ગાડી તથા ઈકો ગાડીમાં બેસાડીને અપહરણ કરી લઇ ગયેલ હતા જેની જાણ તેઓએ તાત્કાલીક હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તાત્કાલીક સ્થળ ઉપર પહુંચી ખાતરી કરતા શીફ્ટ ગાડીનો નંબર ૩૦૪૬ અને ઈકો ગાડીનો નંબર ૬૨૩૧ નો જાણવા મળેલ હતો. અને આ બાબતે હાલોલ ૩૨ત્ર પોલીસ સ્ટેશનના FIR No. ૧૧૨૦૭૦૩૯૨૩૦૦૬૧૨૦૨૩ ઇ.પી.કો કલમ ૧૪૩, ૩૬૫, ૩૨૩, ૧૧૪ મુજબના ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને સદર ગુનાની ગંભીરતા સમજી તાત્કાલીક હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ, બાતમીદારો તથા સીસીટીવીનો અભ્યાસ કરતા ભોગબનનાર અને આરોપીઓની માહીતી મળતા અપહરણ થયેલ ભોગબનનાર લક્ષ્મણભાઈ અને મીનાબેનનાઓને તથા આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામના સાહેદ અનિલકુમારનાઓએ આરોપી અજયસિંહ ચૌહાણનાઓની દીકરી જાન્હવીબેન સાથે ભાગીન
લગ્ન કરેલ હોય જે આસેપી અજયસિઁહ તથા તેના સગા વ્હાલાનાઓને મંજુર ના હોય જેથી જાન્હવીબેન તથા અનિલકુમારનાઓને લઈ જવા આવેલ હોય પરંતુ તે બંને નહી મળતા અનિલના માતા પિતાનું અપહરણ કરી લઈ ગયેલ હતા અને તેને છોડાવવાના બદલામા પોતાની દીકરી જાહવીને લઈ જવા માંગતા હતા.
પકડાયેલ આરોપી –
(1) અજયકુમાર રતનસિહ ચૌહાણ રહે. મ.ન.૨૨ સિધ્ધવરહરી સોસાયટી ઉમા વિધ્યાલય પાછળ તરસાલી તા.જી.વડોદરા
મુળ રહે. મોકળ ડેરી પાછળ તા.કાલોલ જા,પંચમહાલ
(૨) ધીરજભાઈ ડાહ્યાભાઈ પરમાર રહે. મનહર નગર ૦૨ અધવાનાસ કોતર તલાવડી રોડ માંજલપુર તા.જી.વડોદરા
(૩) જૈમીનકુમાર વિજયસિંહ પઢીયાર રહે. ઝવેરીપુરા સ્કુલવાળું ફળીયું ના પાદરા જી.વડોદરા
(૪) રાહુલકુમાર ગણપતભાઈ પઢીયાર રહે. મનહરનગર -૦૨ અલવાનાકા કોતર તલાવડી રોડ માંજલપુર તા.જી.વડોદરા (૫) પ્રકાશકુમાર સંગ્રામભાઈ પરમાર રહે. ઘર નંબર સી-૧૯ મનહર નગર -૦૨ અધવાનાકા કોતર તવાવડી રોડ માંજલપુર તા.જી.વડોદરા (૬) માયાબેન વા/ઓ ધીરજમાઈ પરમાર રહે. માજાપુર વડોદરા (૭) કૈલાશબેન વા/ઓ અજભાઈ રતનસિંચાય રહે. તરાથી વડોદરા
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ–
(૧) શ્રી આર. એ. જાડેજા પોલીસ ઈન્સપેક્ટર (૨) એ.એસ.આઇ. પ્રયણસિંહ મનહરસિંહ બ.નં.૧૨૩૨
(૩) એ.એસ.આઇ. ઇલીયાસભાઈ પુસભાઇ બ.નં. ૧૧૯૧ (૪) અ.પો.કો ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ બ.નં.૯૮૧
(૫) અ.પો.કો.જશવંતસિંહ મણીલાલ બ.નં.૧૨૦૪
(૬) અ.પો.કો અશોકકુમાર રામસિંહ બ.નં.૧૩૮૮ (૭) અ.પો.કો. રાહુલભાઈ રમેશભાઈ બ.નં ૧૩૫૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here