ચંચોપા પ્રાથમિક શાળા ખાતે સર્વોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના NSS વિભાગની વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

તારીખ- 10 ફેબ્રુઆરી 2023ના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા ગોધરા તાલુકાના ચંચોપા ગામ ખાતે “वसुधैव कुटुंबकम् વિચારધારા એક સમાજ,એક ગામથી લઈને વૈશ્વિક સ્તર સુધી” ના વિચાર સાથે સપ્તદિવસીય વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ યોજાઇ ગયો. આ સપ્તદિવસીય શિબિરના ઉદ્દઘાટન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શેઠ પી. ટી.આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના આચાર્ય શ્રી,શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એ.સી. મેમ્બર તેમજ યુનિવર્સિટી આચાર્ય મંડળના પ્રમુખ ડૉ.એમ.બી.પટેલ તથા શાળાના આચાર્યશ્રી વિનુભાઈ પરમાર તેમજ ગામમાંથી પધારેલા ઉપસરપંચ શ્રી, માજી તાલુકા પંચાયત સદસ્ય દલીબેન તેમજ ચંચોપા પ્રાથમિક શાળાના શિક્ષકો,શાળા SMC કમિટીના અધ્યક્ષ તેમજ સભ્યશ્રીઓ,વડીલો, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ પંચશીલ કૉલેજના અધ્યાપકો અને સ્વયં સેવકો હાજર રહ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. વિનોદ પટેલીઆએ મહેમાનોનું શાબ્દિક ઉદ્દબોધન કર્યું.રાષ્ટ્રીય સેવા યોજનાની વાર્ષિક શિબિર તારીખ 09/02/2023 થી 15/02/2023 સુધી ચંચોપા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાવાની છે ત્યારે ઉદ્દઘાટન પ્રસંગે આવેલા મુખ્ય અધ્યક્ષ ડૉ.એમ.બી.પટેલ દ્વારા વિદ્યાર્થીઓને આ સપ્તદિવસીય શિબિરની અંદર ગામમાં કરવાના સેવાકાર્યોની સમજ આપી તથા તેમની આ બીજી વાર્ષિક શિબિર સફળ બને તેવા આશીર્વચન પાઠવ્યા. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી દ્વારા પણ વિદ્યાર્થીઓને તેમના સેવા યજ્ઞને સફળ કરવા તેમજ ગામમાં સેવાકાર્યના માધ્યમથી લોકજાગૃતિ અને લોકોમાં વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવા પ્રોત્સાહન આપ્યું.ગામના વડીલો તેમજ શાળાના શિક્ષકોએ સહકારની આશા વ્યક્ત કરી,અંતે એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઑફિસર પ્રાધ્યાપક કિરણ બારીઆ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે મહેમાનોનો આભાર માન્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક શ્રી પ્રતીકકુમાર શ્રીમાળી એ કર્યું હતું.આ ઉપરાંત કૉલેજના તમામ અધ્યાપકો અને સ્વયં સેવકોએ વિદ્યાર્થીઓને સ્વરૂચી ભોજન પીરસવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here