ડભોઇ તાલુકામાં ત્રણ રોડનું ખાતમુહૂર્ત જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન પટેલ વકીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકા માં ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના અવિરત પ્રયાસ થીં તમામ ગામડા ઓમાં પાકા રોડ રસ્તા નું કામ તેમજ વિકાસલક્ષી કાર્યો અવિરત થઈ રહ્યા છે જે અંતર્ગત ડભોઇ તાલુકા ના મંજુર થયેલ રોડ પૈકી ડભોઇ તાલુકા માં ત્રણ રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં ડભોઇ તાલુકા ના ફરતિકુઈ થી નડા સુધી 2.73 કી. મી જેટલો રોડ જેનો ખર્ચ અંદાજે 74 લાખ ,તથા નડા હબીપુરા રોડ જેની લંબાઈ 4 કીં.મી ખર્ચ અંદાજીત 65 લાખ તેમજ પલાસવાળા એપ્રોચ રોડ જેની લંબાઈ 2 કી.મી ખર્ચ અંદાજીત 29 લાખ નું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.રોડ રસ્તા ના કામ નું ખાતમુહૂર્ત થતા ગ્રામજનો માં આનંદ ની લાગણી છવાયી જવા પામી હતી અને સાથે જ ગ્રામજનો દ્વારા ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નો તેમજ ગુજરાત સરકાર નો તેઓના વિકાસલક્ષી કર્યો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ ખાતમુહૂર્ત ના કાર્યક્રમ માં વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, જિલ્લા ના મહામંત્રી ડો . બી.જે.બ્રહ્મભટ્ટ, શશિકાંત પટેલ, તેમજ દીનેશ પટેલ, સુખદેવ પાટણવાડીયા, કલ્પના બેન પટેલ, તેમજ ગામના સરપંચ અને ભાજપના અગ્રણીઓહજાર રહ્યા હતા.અને આવનારા દિવસો માં મંજુર થયેલ તમામ રસ્તાઓ નું નવીન કરી સમયસર પૂર્ણ કરવામાં આવશે નું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here