હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાવાઝોડાં અને વરસાદને લઈને આગાહી સચ્ચી પડતા લોકો અચંબામાં….

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

પંચમહાલમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરા, શહેરા, મોરવા હડફ, કાલોલ હાલોલ સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો

હાલોલ તાલુકાના બાસ્કા, પાનેલાવ, ઉજેતી, વાસેતી, તાજપુર અને અન્ય ગ્રામ્ય વિસ્તાર ખાતે ગત તા:28/05/2023 ને રવિવાર ની રાત્રી એ આશરે રાતના 9.45 કલાકે એકાએક વાવાઝોડું આવતા લોકોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા. સદનસીબે કોઈ પણ પ્રકાર ની જાનહાનિ થઇ નથી પરંતુ માલહાની ખૂબ ભારે થઇ છે જેને કારણે ગરીબો ત્રાહિમામ પોકારી ઊઠયા છે કાચા અને પતરા ના મકાનો બાંધીને રહેતા લોકો ની રાત આખી નર્ક માં પ્રસરી હોય તેમ લાગી રહ્યું છે લોકો ના ઘરો ની છત ના પતરા 50-50 મીટર દૂર સુધી ઊડી ને ફેંકાઈ ગયા હતા જે શોધતા પણ ના મળે તેવી પરિસ્થિતિ તસવીર માં સાફ જોઈ શકાય છે.
બાસ્કા ખાતેના ઠાકોર એવા શ્રી ગોહિલ જયરાજ સિંહ બાપુ ની હવેલી પર 3લાખ રૂપિયા ની રકમ નો ખર્ચ કરી અને સોલાર સિસ્ટમ લગાડવામાં આવી હતી તે સોલાર સિસ્ટમ પણ તેના પિલરો સાથે ઉખડી ને આ મહાકાય વાવાઝોડા ને કારણે નીચે જમીન પર લટકેલી જોવા મળી રહી છે.જેની જાણ હવેલી ખાતે રહેતા મુલાજીમે શ્રી જયરાજ સિંહ બાપુ ને કરતા તેઓ વહેલી સવાર થીજ પોતાની હવેલી નો જયજો લેતા તેના ફોટા ક્લિક કરી ને બાસકા ના વરિષ્ઠ પત્રકારને મોકલી આપેલ જે ઉલ્લેખનીય છે.
ઠેકઠેકાણે વિવિધ પ્રકાર ના ઝાડ પડી જતાં ક્યાંક તો ઘરો ને નુકશાન થયું છે ને ક્યાંક રોડ-રસ્તાઓ બ્લોક થઇ જવા પામ્યા છે. હાલોલ વડોદરા હાઇવે નો જે સર્વિસ રોડ બાસ્કા ગામ માં રહીને પસાર થાય છે તે રોડ પર જનતા કોલોની ખાતે નીલગીરી નું વિશાળ વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેને જોતા તેની પાસે રહેતો સોલંકી પરિવાર કે જેઓએ આ જગ્યાએ ભવિષ્ય માં તેઓના ઘરો ને નુકસાન પહોચાડે તેવા વિશાળ વૃક્ષો ને કાપવા બદલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને તે બાબત અરજીઓ પણ કરેલી છે છતાંય તેનું કોઈક નિકાલ આવ્યું નથી.
વધુમાં બાસ્કા ગામ ખાતે સૌથી વધુ નુકશાન નવીનગરી,નદી,ફળિયું,ભાથીજી મંદિર ફળિયું, રાણાવાસ, મસ્જિદ ફળિયું ટેકરા ફળિયું જન્ટકોલોની જેવા તમામ ફડિયાઓ માં ભારે નુકસાન થતાં વહેલી સવાર થીજ લોકો પોતાનું બિડિયું સમેટવા માં કામે લાગી ગયા હતા.જેના કારણે 9.50 વીજળી ગુલ થઇ જતાં લોકો ની રાત હરામ થઇ જવા પામી હતી જ્યારે કેટલાકને તો ભય ને કારણે નિંદ્રા માં પણ વિઘ્ન પડ્યું હતું લોક મુખે સંભળાઈ રહ્યું હતું કે આવું ઈશ્વરીય પ્રકોપ અમે અમારા જીવનકાળ માં પહેલીજ વાર જોયો છે.
વધુમાં ગામ લોકો ના મુખે એમ પણ ચર્ચાઈ રહ્યું કે ગામ ના આગેવાનો માંથી કોઈક વ્યક્તિ GEB માં ફોન કરી ને 13 કલાક થી ગુલ થયેલી લાઈટ ચાલુ કરાવે તો સારું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here