બાબરા તાલુકાના પાનસડા ગામના ખેડુતો દેવુ વધી જતાં કંટાળી આત્મહત્યા કરી લીધી

અચ્છે દિનની ગુસબાંગો વચ્ચે ભયાનક વાસ્તવિકતા, રૂ.૮ લાખનું દેવું હોય ગળાફાંસો ખાઈ લીધો

બાબરા(અમરેલી)
હિરેન ચૌહાણ

બાબરા તાલુકાના પાનસડા ગામે રહેતા અને ખેતિકામ કરતા અમૃતભાઈ રાઘવભાઈ બોદર નામના ૫૦ વર્ષીય ખેડુત આધેડ ઉપર આશરે રૂ.૮ લાખનું દેણુ થઈ જતા આર્થિક રીતે કંટાળી જઈ મનમાં લાગી આવતા બુધવારે સવારે વાડીએ જઈ ફરજાના લાકડાની આડી સાથે દોરડું બાંધી પોતાની મેળે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું બાબરા પોલિસમાં જાહેર થતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સરકારના અચ્છે દિનની વાતો વચ્ચે ખેડુતો આત્મહત્યા કરવા મજબુર થય રહ્યા છે. ખેડુતો દેવામાં ડુબવા લાગ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here