સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે શુલ્પાનેશ્વર મહાદેવ મંદિરે મેળો ભરાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે શુરપાણેશ્વર મહાદેવના મંદિરે યોજાનારા મેળા દરમિયાન કેટલાંક પ્રતિબંધો ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નું જાહેરનામું

મેળા દરમિયાન ટ્રાફિક નિયમન અર્થે ગોરા ‘T’ જંક્શનથી શૂલપાણેશ્વર મંદિર તથા વસંતપુરા ત્રણ રસ્તા (હરિધામ આશ્રમ દ્વાર) સુધીનો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે

તા.૧૮થી ૨૦ એપ્રિલ, ૨૦૨૩ (બંને દિવસો સહિત) સુધી જાહેરનામાની અમલવારી કરવાની રહેશે

નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ સ્થિત શુરપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.૧૮થી ૨૦મી એપ્રિલ દરમિયાન મેળો યોજાનાર છે. ચૈત્ર વદ અમાસ તા.૧૮/૦૪/૨૦૨૩થી તા.૨૦/૦૪/૨૦૨૩ સુધી યોજાનારા પરંપરાગત ધાર્મિક મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અને ભક્તો શ્રી શૂલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે પધારનાર હોઈ, આ મેળામાં વિશાળ જનમેદની એકત્રિત થવાની શક્યતા રહેલી છે.
જીલ્લા વહિવટી તંત્ર દ્વારા મેળા ને ધ્યાન માં રાખી અનેક વિધ તૈયારીઓ કરી છે ત્યારે કેટલાક પ્રતિબંધો પણ ફરમાવ્યા છે.

જનમેદની ને ધ્યાનમાં લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધકરી કેટલાંક પ્રતિબંધો ફરમાવ્યા છે. જેમાં શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પાસેના વિસ્તારમાં SOUADTGA, એકતાનગર દ્વારા નિયત સ્થળોએ આયોજનબદ્ધ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવનાર છે. તેના સિવાય રોડ પર તેમજ રોડની બંને બાજુની જગ્યામાં પાથરણાવાળા તથા ફેરિયાઓને તા.૧૮/૦૪/૨૦૨૩થી તા.૨૦/૦૪/૨૦૨૩ (બંને દિવસો સહિત) સુધી બેસવાની મનાઈ (No Hawking Zone) ફરમાવી છે.

અત્રે નોંધનીય છે કે, પાથરણાંવાળાઓ તથા ફેરિયાઓ માટે દર્શાવેલા પ્રતિબંધિત વિસ્તારોમાં હેરીટેજ વિલેજ ગોરા દ્વારથી શૂલપાણેશ્વર મહાદેવ મંદિર સુધીના મુખ્ય માર્ગ તથા માર્ગની બંને બાજુની ખાલી જગ્યા. ગોરા ‘T’ જંક્શનથી એકતા નર્સરી પ્રવેશ દ્વારા સુધીના મુખ્ય માર્ગ તથા માર્ગની બંને બાજુની ખાલી જગ્યા. સમગ્ર ગોરા બ્રીજ (પાલ્મ આઈલેન્ડથી ગોરા ‘T’ જંક્શન) મુખ્ય માર્ગ, ફૂટપાથ તથા માર્ગની બંને બાજુની ખાલી જગ્યાનો સમાવેશ થાય છે.

વધુમાં, આ વિસ્તારમાં પદયાત્રીઓ તથા શ્રદ્ધાળુઓની ભીડના કારણે ટ્રાફિક નિયમન અર્થે ગોરા ‘T’ જંક્શનથી શૂલપાણેશ્વર મંદિર તથા વસંતપુરા ત્રણ રસ્તા (હરિધામ આશ્રમ દ્વાર) સુધીનો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખી વસંતપુરા ત્રણ રસ્તા (હરિધામ આશ્રમ દ્વાર) થી ગોરા કોલોની થઈ ગોરા ગળતી ત્રણ રસ્તા(હેરીટેજ વિલેજ દ્વાર)નો રૂટ ડાયવર્ઝન કરવામાં આવનાર છે. આ જાહેરનામું તા.૧૮/૦૪/૨૦૨૩ થી તા.૨૦/૦૪/૨૦૨૩ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ – ૧૩૧ તથા ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જે-તે સરકારી કચેરીના વડા તેમજ નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારી ઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here